Opposition Meeting : 26 પાર્ટીઓનો સંયુક્ત પ્રસ્તાવ જારી, જાણો પ્રસ્તાવની ખાસ વાત
બેંગ્લોરમાં વિપક્ષની બે દિવસની બેઠક પુરી થઈ ગઈ છે અને આ બેઠક બાદ નરેન્દ્ર મોદી સહિત બીજેપીમાં ખલબલીનો માહોલ છે. વિપક્ષોએ બેઠક બાદ એક સંયુક્ત પ્રસ્તાવ જારી કર્યો છે.
બેઠક બાદ તમામ પક્ષોના નેતાઓએ મીડિયા સાથે વાત કરી અને સામૂહિક ઠરાવ પત્ર જારી કર્યો હતો. આ સામુહિક ઠરાવમાં કહેવાયુ છે કે, બીજેપી દ્વારા આયોજનબદ્ધ રીતે આપણા ગણતંત્રના ચારિત્ર્ય પર ગંભીર હુમલા કરવામાં આવી રહ્યા છે. અમે મણિપુરમાં સર્જાયેલી માનવ દુર્ઘટના પર અમારી ઊંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ.

આ પ્રસ્તાવમાં કહેવાયુ છે કે, વડાપ્રધાનનું મૌન ચોંકાવનારું છે. અમે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી રાજ્ય સરકારોના બંધારણ અને બંધારણીય અધિકારો પરના અવિરત હુમલાનો સામનો કરવા કટિબદ્ધ છીએ. અમે દેશ અને બંધારણને બચાવવા માટે બીજેપી સામે લડીશું. આ લડાઈ બીજેપી અને તેની વિચારધારા વિરૂદ્ધ છે.
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ પહેલા NDA એ ક્યારેય કોઈ બેઠક યોજી નથી. પરંતુ વિપક્ષની એકતા જોઈને પીએમ મોદી ડરી ગયા છે. તે 30 પક્ષો સાથે બેઠકો કરી રહ્યા છે. મેં ભારતમાં આટલી બધી પાર્ટીઓ વિશે સાંભળ્યું નથી. અમે અહીં લોકશાહી અને બંધારણને બચાવવા માટે ભેગા થયા છીએ.
મલ્લિકાર્જુન ખડગેએ આગળ કહ્યું કે, આજે સમગ્ર મીડિયા પીએમ મોદીના કબજામાં છે. તેના સંકેત વિના કોઈ ચાલતું નથી. વિપક્ષના નેતાઓનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આ લડાઈ INDIA અને નરેન્દ્ર મોદી વચ્ચે છે. આ લડાઈ બે રાજકીય રચનાઓ વચ્ચે નથી, પરંતુ લડાઈ ભારતના વિચારને બચાવવાની છે.












Click it and Unblock the Notifications
