વિપક્ષની બીજી મોટી બેઠક બેંગલુરુમાં, 24 પક્ષ થઈ શકે છે સામેલ
Loksabha Election 2024: વિપક્ષી દળોની બીજી મોટી બેઠક બેંગલુરુમાં 17-18 જુલાઈએ યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં 24 વિરોધ પક્ષોના ટોચના નેતાઓ ભાગ લઈ શકે છે. નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં વિપક્ષની આ બીજી બેઠક છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે 8 નવા પક્ષો વિપક્ષમાં સામેલ થવા જઈ રહ્યા છે. આ પક્ષોએ વિપક્ષ સાથે આવવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકનો હેતુ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષને મજબૂત કરવાનો છે.

સૂત્રએ જણાવ્યું કે ગત મહિને બિહારના પટનામાં યોજાયેલી વિપક્ષના ટોચના નેતાઓની બેઠક બાદ આ વખતે 24 પક્ષોના ટોચના નેતાઓ બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે, આ બેઠક કર્ણાટકના બેંગલુરુમાં યોજાવા જઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મરુમલાર્ચી દ્રવિડ મુનેદ્ર કાઝગમ, કોંગુ દેસ મક્કલ કાચી, વિદુથલા ચિરુથૈઘલ કાચી, રિવોલ્યુશનરી સોશિયલિસ્ટ પાર્ટી, ઓલ ઈન્ડિયા ફૉરવર્ડ બ્લૉક, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, કેરળ કોંગ્રેસ જોસેફ, કેરળ કોંગ્રેસ મણિ આ બેઠકમાં ભાગ લઈ શકે છે. પટનામાં યોજાયેલી વિપક્ષની બેઠકમાં આ તમામ પક્ષો સામેલ થયા ન હતા.
માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સોનિયા ગાંધી પણ ભાગ લઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે, KDMK, MDMK 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના સાથી હતા પરંતુ આ વખતે વિપક્ષ સાથે ઊભા રહી શકે છે.
આ દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષના નેતાઓને આગામી બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે.












Click it and Unblock the Notifications
