For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમ કરુણાનિધિની મૂર્તિના અનાવરણ માટે ચેન્નઈમાં ભેગા થશે વિપક્ષના દિગ્ગજ નેતા

ચેન્નઈમાં ભેગા થઈ રહ્યા છે વિપક્ષના દિગ્ગજ નેતાઓ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વિપક્ષી દળો એકજુટતા વધારવાની કોશિશ સતત કરી રહ્યા છે. મામ વિપક્ષી નેતાઓનું ટોળું આજે ચેન્નઈમાં ેગા થશે, જેમાં યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સહિત કેટલાય નેતા સામેલ થશે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનિધીની પૂર્તિના શિલાન્યાસના અવસર પર ચેન્નઈમાં પાર્ટી કાર્યલાય અન્ના અરિવિલયમમાં આ તમામ નેતા હાજરી આપશે. આ મૂર્તિનો શિલાન્યાસ સોનિયા ગાંધી કરશે, જ્યારે આ દરમિયાન ડીએમકે ચીફ એમકે સ્ટાલિન, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ, કેરળ અને પોંડિચેરીના મુખ્યમંત્રી પિનારયી વિજયન અને વી નારાયણસ્વામી પણ હાજર રહેશે.

congress leader

આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, સીપીઆઈ નેતા આઈયૂએમએલ, એમએમકે સહિત તમામ નેતા હાજર રહેશે. મૂર્તિના શિલાન્યાસ બાદ આ તમામ નેતા વાઈએમસીએ મેદાનમાં એકઠા થે, જ્યાં વિશાળ રેલીને સંબોધિત કરશે. માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળોની આ મેગા રેલી થનાર છે. એનડીએથી અલગ થયા બાદ ચંદ્રબાબૂ નાયડૂ સતત વિપક્ષી દળોને એકજુટ કરવાની કોશિશમાં લાગી ગયા છે. તે તમામ નેતાઓને એક જ છત નીચે લાવવાની મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે આજે થનાર આ તમામ નેતાઓની બેઠક વિપક્ષી દળોની એકજુટતા માટે મહત્વની છે. દિલ્હીમાં તાજેતરમાં થયેલ વિપક્ષી દળોની બેઠક બાદ આ બીજી એવી મુલાકાત થવા જઈ રહી છે. અગાઉ બેઠકમાં રાહુલ ગાંધીએ ભાજપને સાંપ્રદાયિક અને ફાસિસ્ટ તાકાત કરાર આપી હતી, તેમણે કહ્યું હતું કે ભાજપે સબીઆઈ, આરબીઆઈ અને ઈસીઆઈ જેવી સંવૈધાનિક સંસ્થાઓને બરબાદ કરી દીધી છે. જેવી રીતે ત્રણ મહત્વના હિન્દી ભાષી રાજ્યોમાં કોંગ્રેસે ભાજપને હરાવીને પોતાની સરકાર બનાવવા જઈ રહી છે તેમણે વિપક્ષી દળનો આત્મવિશ્વાસ વધારી દીધો છે.

આ પણ વાંચો- છત્તીસગઢમાં ભૂપેશ બઘેલના નામ પર લાગી અંતિમ મોહર, આજે થશે ઘોષણા

English summary
Opposition to show its unity once again top leaders to meet once again in Chennai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X