Opposition Unity : AAPને મળ્યો કોંગ્રેસનો સાથ, રાધવ ચઢ્ઢાએ કહી આ વાત
Opposition Unity : કેન્દ્ર સરકારના વટહુકમના વિરોધ કરવા માટે ગત કેટલાક દિવસોથી કોંગ્રેસના વલણ અંગે આમ આદમી પાર્ટી કડક હતી. પટનામાં વિપક્ષી દળોની બેઠક દરમિયાન આ મુદ્દે ઘણી ચર્ચાઓ કરવામાં આવી હતી. જે બાદ હવે કોંગ્રેસ દ્વારા પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આ અંગે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદે રાઘવ ચઢ્ઢાએ જાણકારી આપી છે.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ 16 જુલાઈના રોજ કેન્દ્ર સરકારના વટહુકમનો વિરોધ કરવાની વાત કરી હતી. પવન ખેડાએ જણાવ્યું હતું કે, પાર્ટીએ આ અંગે નિર્ણય લીધો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ તેને સકારાત્મક વિકાસ ગણાવ્યો અને જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે દિલ્હી વટહુકટને લઈને એકસાથે આવી ગયા છે.

કેન્દ્ર સરકારના વટહુકમ સામે કોંગ્રેસ AAPને સમર્થન આપશે. રાઘવ ચઢ્ઢાએ ટ્વીટ કર્યું હતું કે, કોંગ્રેસે દિલ્હી વટહુકમ સામે પોતાનો સ્પષ્ટ વિરોધ જાહેર કર્યો છે. આ એક સકારાત્મક ઘટનાક્રમ છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠક બાદ આમ આદમી પાર્ટી દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. AAPએ કોંગ્રેસ પર ભાજપ સાથે મિલીભગત હોવાનો આરોપ લગાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, દિલ્હીને લઈને કેન્દ્રનો આ વટહુકમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની સાંઠગાંઠનું પરિણામ છે.












Click it and Unblock the Notifications
