For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટર લિસ્ટમાંથી આઝમ ખાનનું નામ હટાવવા આદેશ, જાણો શું છે પુરો મામલો?

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી છે. ધારાસભ્ય પદેથી હટાવ્યા બાદ હવે ઈલેક્શન કમિશને આઝમ ખાનનું નામ વોટર લિસ્ટમાંથી હટાવવા આદેશ કર્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી છે. ધારાસભ્ય પદેથી હટાવ્યા બાદ હવે ઈલેક્શન કમિશને આઝમ ખાનનું નામ વોટર લિસ્ટમાંથી હટાવવા આદેશ કર્યો છે. આ કાર્યવાહી આરપી એક્ટની કલમ 16 અંતર્ગત કરાઈ છે. આ કાર્યવાહી બાદ આઝમ થાન વોટીંગ નહીં કરી શકે.

azam khan

મતદાર યાદીમાંથી નામ દૂર હટાવવા માટે ચૂંટણી નોંધણી અધિકારીએ આદેશ જારી કરી દીધો છે. 5 ડિસેમ્બરે રામપુરમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તેઓ ત્યાં મતદાન કરી શકશે નહીં. રામપુરથી ભાજપના ઉમેદવાર આકાશ સક્સેનાએ બુધવારે જ ચૂંટણી નોંધણી અધિકારી અને એસડીએમને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે નિયમ મુજબ આઝમ ખાનના મતદાનનો અધિકાર પાછો ખેંચી લેવામાં આવે અને તેમનું નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવે.

પત્રમાં આકાશ સક્સેનાએ કહ્યું હતું કે,સપા નેતા આઝમ ખાનને ઉશ્કેરણીજનક ભાષણ આપવાના મામલામાં કોર્ટે ત્રણ વર્ષની જેલ અને દંડ ભરવાની સજા સંભળાવી છે. દોષિત ઠેરવ્યા બાદ સજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચે આઝમ ખાનનું સભ્યપદ રદ્દ કરી દીધું છે. આઝમ ખાનને દોષિત ઠેરવવામાં આવ્યા છે, તેથી તેમનું નામ પણ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવે. જેથી કરીને નિયમોનું પાલન થઈ શકે. આકાશ સક્સેનાના પત્ર બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે આકાશ સક્સેના અહીં સપાના ઉમેદવાર અસીમ રઝાને ટક્કર આપી રહ્યા છે.

English summary
Order to remove Azam Khan's name from the voter list, know what is the whole matter?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X