ડિજીટલ મીડિયા ઈનોવેશન અને કન્ટેન્ટ એનાલિટિક્સમાં સિદ્ધિઓની ઉજવણી માટે જુલાઈ જામ્બોરીનું આયોજન કરાયુ
ડિજીટલ ઈનોવેશન અને કન્ટેન્ટ એનાલિટીક્સમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સિદ્ધિઓની ઉજવણી માટે ઈન્ક્સપેલ મીડિયા દ્વારા જુલાઈ જામ્બોરીનનું આયોજન કરવામાં આવ્યુ હતું. અહીં 2 એવોર્ડ Mcube Awards 2023 અને Unlocked Awards 2023 એકસાથે મેળવ્યા પછી બધા સભ્યો ખૂબ જ ઉત્સાહિત અને ઉજવણીમાં ભાગ લેવા ઉત્સાહીત હતા. કંપનીને આ બંને એવોર્ડ ડિજિટલ મીડિયા ઈનોવેશનમાં શ્રેષ્ઠ અને કન્ટેન્ટ એનાલિટિક્સમાં અસાધારણ યોગદાન માટે મળ્યા છે.
સેલિબ્રેટિંગ ઈનોવેશન થીમ આધારિત આ ઈવેન્ટ ઉદ્યોગ આગેવાનો અને વિચારશીલ લોકોને ડિજિટલ માર્કેટિંગની દુનિયામાં નવી અને મોટી સિદ્ધિઓ સાથે એકસાથે લઈને આવી. ઇનોવેશન ધ અનલોક્ડ એવોર્ડ્સ 2023 એ ઇંકસ્પેલ મીડિયા અને ગ્લોબલ ટ્રેન્ડ્સ ફોરમ દ્વારા ઉત્કૃષ્ટ વ્યાવસાયિકો અને સાહસોને ઓળખવા માટેની એક પહેલ છે.

અહીં ઉદ્યોગ ક્ષેત્રોમાં અસાધારણ નવીનતા અને સર્જનાત્મકતા દર્શાવનારા લોકોનું સન્માન કરવામાં આવ્યું. આ લોકોએ અનુકરણીય ઝુંબેશ, કાર્યક્રમો, ઉત્પાદનો, સેવાઓ અને ઉકેલ લાવીને અવરોધોને વ્યૂહાત્મક લાભમાં ફેરવ્યા છે અને પોતપોતાના ક્ષેત્રોમાં ગેમ-ચેન્જર બન્યા છે.
ઉદ્યોગ અગ્રણીઓ અને માર્કેટિંગ દિગ્ગજોનો સમાવેશ કરતી નિષ્ણાતોની એક પ્રતિષ્ઠિત પેનલે નવીનતા, સર્જનાત્મકતા, અસર અને ટકાઉપણું જેવા માપદંડોના આધારે એન્ટ્રીઓનું મૂલ્યાંકન કર્યું હતું. વિજેતાઓમાં CCAvenue - Infibeam Avenues Limited, Unspoken StoryOfFatherAndSun, Dhar Man - Short Video, VTON, Starbucks India, Intent Farm x Cubello અને અન્ય ઘણા બધાનો સમાવેશ થાય છે.
દરેક પુરસ્કાર મેળવનાર શ્રેષ્ઠતાનું ઉદાહરણ છે અને સફળતાની અવિરત શોધને પ્રદર્શિત કરે છે. અન્ય લોકોને તેમના ઉદ્યોગોને નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટે પ્રેરણા આપે છે.












Click it and Unblock the Notifications
