For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમારી ધીરજને નબળાઇ ના સમજે પાકિસ્તાન: એ.કે એન્ટની

|
Google Oneindia Gujarati News

ak antony
નવી દિલ્હી, 19 ઑગસ્ટ : એલઓસી પર ફાયરિંગ પર રક્ષામંત્રી એ.કે. એન્ટનીએ રાજ્યસભામાં જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ અમારા જવાનોની હત્યા કરી છે. પાક. સેનાની વિશેષ ટીમ આ હુમલામાં સામેલ છે. એન્ટનીએ જણાવ્યું કે પાકિસ્તાન અમારા સંયમને નબળાઇ ના સમજે. આ પહેલા પણ એન્ટનીએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તે ભારતને હળવાશથી ના લે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં નિયંત્રણ રેખાની પાસે પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય જવાનો પર થયેલા હુમલામાં પાંચ સૈનિકોના મોત થઇ ગયા હતા. ભારતીય સેના અનુસાર ભારે માત્રામાં હથિયારોથી સજ્જ પાકિસ્તાની સૈનિકોએ આતંકવાદીઓ સાથે મળીને હુમલો કર્યો. ભારતીય સેનાનું કહેવું છે કે 15-20 આતંકવાદી હતા, જેમને પાકિસ્તાની સેનાનો સાથ મળેલો હતો.

સેનાના એક અધિકારીએ જણાવ્યું કે 'અમારા વિસ્તારમાં લગભગ 450 મીટર અંદર ગોળીબાર થયો જેમાં 21 બિહાર રેઝિમેન્ટના પાંચ જવાન ઘાયલ થયા છે.' જ્યારે પાકિસ્તાને આ હુમલામાં તેમનો હાથ હોવાનો ઇનકાર કરતા જણાવ્યું કે આ આરોપ અર્થ વિહોણા છે.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે 'અમે યુદ્ધ વિરામ પ્રત્યે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ અને ભારતની સાથે શાંતિ વાર્તા તુરંત શરૂ કરવા માંગીએ છીએ. અમે સેના પાસે ખરાઇ કરાવી છે કે આવો કોઇ હુમલો કરવામાં નથી આવ્યો. '

English summary
Blaming Pakistan for killing of its five soldiers on August 6 in Poonch sector of Jammu and Kashmir, India today said its restraint should not be taken for granted and that the incident will have consequence on the relationship with the neighbouring country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X