For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26/11ના મુદ્દે પાકિસ્તાને જવાબ આપવો પડશે: ખુર્શીદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

salman-khurshid
ગુડગાંવ: વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધ પુન: સ્થાપિત થવાના મુદ્દે તેમને કહ્યું હતું કે આનો મતલબ 26/11ના હુમલાના ગુનેગારોને સજા અપાવવા માટે પાકિસ્તાન પર દબાણ પેદા કરવાના ભારતીયનો દ્રષ્ટિકોણ નબળો પડશે નહી. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચે સારા સંબંધો માટે એક બારી ખુલ્લી રહી છે.

હિંદ મહાસાગરના દેશો ઇન્ડિયન ઓસન રિમ એસોસિએશન ફૉર રિજનલ કો-ઑપરેશન (આઇઓઆર-એઆરસી)ની મંત્રી સ્તરીય બેઠકનું ઉદધાટન કરતી વખતે ખુર્શીદે વિદેશ મંત્રીનો કારોભાર સંભાળાવ્યા બાદ પ્રથમ વખત મિડીયા સમક્ષ રજૂ થતાં કહ્યું હતું કે પાકિસ્તાન સાથેના સંબંધોના મુદ્દે નાજુક સંતુલન બનાવી રાખ્યું હતું પરંતુ સાથે સાથે મુંબઇ હુમલાના ગુનેગારોને સજા અપાવવાના મુદ્દે સખત સંદેશ પણ આપ્યો છે.

2008ના મુંબઇ હુમલા બાદ ક્રિકેટ સંબંધો પર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું હતું ત્યારે ફરીથી આ સંબંધો ફરીથી સ્થાપિત કરવાના મુદ્દે તેમને કહ્યું હતું કે ' અમે ચોક્ક્સપણે હુમલાની જવાબદારી અંગે ચિંતિત છીએ. અમારા દ્રષ્ટિકોણ નબળો પડ્યો હોવાનો કોઇ પ્રશ્ન જ નથી. ખુર્શીદે કહ્યું હતું કે રમત સુધીના સંબંધો ઠીક છે પરંતુ ભારતને આશા છે કે પાકિસ્તાન મુંબઇ હુમલાના ગુનેગારોને સજા આપે. વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે સંકેત આપ્યા છે કે ક્રિકેટ અંગેના સંબંધોની ભવિષ્યમાં સમીક્ષા કરવામાં આવી શકે છે અને પરિસ્થિતીઓ પર નિર્ભર રહેશે. તેમને કહ્યું હતું કે ' આ અડગ નિર્ણય છે. લાંબા સમય સુધી વાત કરવાથી કોઇ ફાયદો થતો નથી.

English summary
India on Friday made it very clear that its decision to resume cricketing ties with Pakistan was not a "dilution" of its demand for action against perpetrators of the Mumbai terror attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X