For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવિડ 19 બાદ મુંબઇમાં કાવાસાકી બીમારીનો કહેર, કેટલાય લોકોમાં લક્ષણ જોવા મળ્યા

કોવિડ 19 બાદ મુંબઇમાં કાવાસાકી બીમારીનો કહેર, કેટલાય લોકોમાં લક્ષણ જોવા મળ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત પહેલેથી જ કોરોના વાયરસથી પરેશાન થઇ ગયું છો. કોરોનાના કારણે દેશમાં હજારો લોકોના જીવ ચાલ્યા ગયા છે, જ્યારે લાખો લોકો તેનાથી અસરગ્રસ્ત થયા છે. તેમાં પણ મુંબઇકરોના હાલાત સૌથી વિકટ છે, અહીં દરરોજ સંક્રમિત અને મૃતકોની સંખ્યામાં વધારો થઇ હ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે હવે લોકોમાં ખતરનાક કાવાસાકી રોગના લક્ષણ પણ જોવા મળ્યા છે, જેણે લોકોની ચિંતાને વધારી દીધી છે. ભારતમાં કાવાસાકી બીમારીનો પહેલો દર્દી મુંબઇથી સામે આવ્યો છે, 14 વર્ષના બાળકોને આ બીમારીએ પોતાના લપેટામાં લઇ લીધો છે, મહત્વની વાત એ છે કે આ બાળક કોરોના સંક્રમિત પણ છે. તેને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ મુંબઇના કેટલાય હોસ્પિટલોમાં પણ આવા પ્રકારના મામલા સામે આવ્યા છે. એવામાં સમજવું જરૂરી છે ક આખરે આ કાવાસાકી બીમારી શું છે...

કેટલાય દેશોમાં ફેલાયો

કેટલાય દેશોમાં ફેલાયો

જણાવી દઇએ કે કાવાસાકી બીમારી સામાન્ય રીતે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોને જ થાય છે. પાછલા મહિને પણ ચન્નમાં કટલાક બાળકોમાં આ બીમારીના લક્ષણ જોવા મળ્યા હતા. જણાવી દઇએ કે આ બીમારી માત્ર ભારત જ નહિ બલકે યૂકે, યૂએસ, ઈટલી, સ્પેન અને ચીનમાં પણ જોવા મળી છે. આ તમામ દેશોમાં કોરોનાના દર્દીમાં આ બીમારીના લક્ષણ જોવા મળી રહ્યા છે. રિપોર્ટ મુજબ કાવાસાકી રોગ બાળકોમાં હ્રદય રોગનું મુખ્ય કારણ બને છે.

બીમારીનો ઇતિહાસ

બીમારીનો ઇતિહાસ

આ બીમારી બાળકોની ધમનીઓને નુકસાન પહોંચાડે છે. તેને કાવાસાકી સિંડ્રોમ અથવા મ્યૂકોસ્યૂટિનલ લિમ્ફ નોડ સિંડ્રોમના નામે પણ ઓળખવામાં આવે છે. પહેલીવાર 1976માં આ જાપાનમાં સામે આવી હતી, જો કે આ બીમારીથી ગ્રસિત બાળક કોઇપણ ઇલાજ વિના જ ઠીક થઇ જાય છે. ડૉક્ટર્સને પણ આ વિશે માલૂમ નથી કે આખરે આ બીમારી કયા કારણે થાય છે. પરંતુ ડૉક્ટરોનું માનવું છે કે આ વાયરસ, બેક્ટેરિયા અથવા રસાયણના કારણે થઇ શકે છે.

લક્ષણ અને ઉપચાર

લક્ષણ અને ઉપચાર

આ બીમારીમાં બાળને પહેલા તાવ આવે છે, તેના પેટમાં દુખાવો થાય છે, ઝાડા થાય, આખો લાલ થવી, જીભ પર લાલ રંગની ફોડલી પડવી,, ઉલ્ટી થવી અને હાથ તથા પગની ત્વચામાં બળતરા થાય છે. આ બીમારીને કારણે બાળકોની કોરોનરી ધમની (હ્રદયને લોહી પૂરું પાડનારી ધમનીઓ)ને નુકસાન પહોંચે છે. આ બીમારીના ઉપચાર માટે સામાન્ય રીતે તબિબો એસ્પરિન, ડ્રગ્સ વગેરે દવા આપે છે. જો કે ડૉક્ટરની સલાહ પર જ આ દવા લેવી જોઇએ.

કોંગ્રેસ પર આરોપો લગાવવાના બદલે બદલે ચીન પર ફોકસ કરે મોદી સરકારઃ આનંદ શર્માકોંગ્રેસ પર આરોપો લગાવવાના બદલે બદલે ચીન પર ફોકસ કરે મોદી સરકારઃ આનંદ શર્મા

English summary
Outbreak of Kawasaki disease in Mumbai among Corona
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X