'મૌન' મોહને 9 વર્ષમાં આપ્યા 1300 ભાષણ
નવી દિલ્હી, 24 જુલાઇ: વડાપ્રધાન મનમોહન સિંહનું કેટલાક મુદ્દે મૌન પાળવાને લઇને તેમની ટીકાને ખોટી સાબિત કરતાં વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા તેમના ભાષણોનું વિવરણ કરવામાં આવ્યું છે. પીએમઓ દ્વારા માહિતી આપવામાં આવી છે કે વડાપ્રધાન મનમોહન સિંહે ગત નવ વર્ષોમાં 1300 ભાષણ આપ્યા છે.
પીએમઓના એક ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે વર્ષ 2004માં વડાપ્રધાનનું પદ સંભાળ્યા બાદ આજ દિન સુધીમાં વડાપ્રધાન મનમોહન સિંહે 1300 ભાષણ આપ્યાં છે. સાથે ટ્વિટમાં નીચે પીએમઓની વેબસાઇટ પર 24 જૂન 2004થી જુલાઇ 2013 સુધીના ભાષણોની લીંક પણ આપી છે.

મૌનનો જવાબ
વિભિન્ન મુદ્દે વડાપ્રધાન દ્વારા ન બોલવાને લઇને વિરોધીઓ અને જનતા દ્વારા કેટલીક વાર તેમની ટીકા કરવામાં આવી છે. તેમને ઓછાબોલાને યોગ્ય તરીકે પ્રસ્તુત અ કરતાં આ ટ્વિટ સામે આવી છે.
વડાપ્રધાન મનમોહન સિંહે 22 મેથી પીએમઓની કમાન સંભાળી હતી ત્યારથી નવ વર્ષમાં લગભગ 3300 દિવસોમાં તેમને 1300 ભાષણ આપ્યાં છે. તેમના મત મુજબ સરેરાશ ઓછામાં ઓછા ત્રણ દિવસમાં એક ભાષણ આપ્યું છે.
વિદેશ પ્રવાસ દરમિયાન કર્યું સંબોધન
જો કે વડાપ્રધાન મનમોહન સિંહે રાજધાની દિલ્હીમાં ખૂબ જ ઓછી પત્રકાર પરિષદ સંબોધિત કરી છે પરંતુ મીડિયા દળ સાથે તેમની વિદેશ યાત્રા દરમિયાન તેમને ઘણીવાર સંબોધન કર્યું હતું. યાત્રાઓ દરમિયાન પત્રકાર પરિષદ વડાપ્રધાન રાજકીય, આર્થિક અને વિદેશ નિતી પર પોતાના વિચાર વ્યક્ત કરતાં રહ્યાં છે.
પીએમઓની વેબસાઇટ પર આપેલા ભાષણોમાં ગત નવ વર્ષોમાં વિભિન્ન મંત્રીઓ દ્વારા આયોજિત કોંફરન્સનું ઉદઘાટન અને સમાપન ભાષણ સામેલ છે. સાથે જ કોંગ્રેસના કાર્યક્રમોમાં આપેલા ભાષણ પણ ઉપલબ્ધ છે.
મૌનથી પહોચ્યું નુકસાન
હકિકતમાં મનમોહન સિંહના આ મૌનના કારણે દેશી-વિદેશી મીડિયાએ તેમની ટીકા પણ કરી છે. તેમની આ મૌનને લઇને તેમના પર જોક્સ પણ બન્યા છે અને આ મૌનના કારણે તે કાર્ટૂનિસ્ટોની પસંદ પણ બન્યા છે.
જો કે વડાપ્રધાન મનમોહન સિંહ મૌન રહેવાનું પસંદ કરે છે. મનમોહન સિંહની આ વાતની પ્રશંસા પણ થાય છે કે તે તીખા હુમલાને પણ સરળતાથી સહન કરી લે છે. કોલસા ગોટાળાને લઇને પણ જ્યારે વડાપ્રધાન મનમોહન સિંહની ઇમાનદારી પર વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા ત્યારે તેમને ઉર્દૂના એક શેર સાથે જવાબ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
