For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પી. ચિદમ્બરના પુત્ર કાર્તી ચિદમ્બરમના ઘરે ઈડીના દરોડા

ભૂતપુર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તી ચિદમ્બરમના ઘર પર ઇડીના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ ઘટનાના પી. ચિદમ્બરમે એક નાટ્યાત્મક ઘટના જણાવી હતી. આ અંગે વધુ વાંચો અહીં.

By Kajal
|
Google Oneindia Gujarati News

ભૂતપુર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તી ચિદમ્બરમના ઘર પર ઇડીના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ અંગે પી. ચિદમ્બરમે જણાવ્યુ હતું કે, આ માત્ર એક નાટ્યાત્મક ઘટના હતી. ઇડીને દરોડા પાડવાનો કોઇ અધિકાર નહતો. આ અંગે વધુ વાત કરતા તેમણે જણાવ્યું કે, સુપ્રિમ કોર્ટે જે નોટીસ આપી હતી. તેના પર 13 જાન્યુઆરી સુધીમાં જવાબ આપવાનો હતો. પરંતુ હજી સુધી એ મામલામાં કોઇ પણ પ્રકારની એફઆઇઆર નથી નોંધાઇ. સીબીઆઈ કે બીજી કોઇ પણ તપાસ એજન્સીએ એફઆઇઆર નથી નોંધાવી. તેથી તેઓ દરોડા પાડી શકે નહી.

India

ઉલ્લેખનીય છે કે, શનિવાર સવારે કાર્તી ચિદમ્બરમના દિલ્હી અને ચેન્નઇમા ઘર પર ઇડીના અધિકારીઓએ એયરસેલ મૈક્સિસના મામલાને લઇને દરોડા પાડ્યા હતા. ઇડીના અધિકારીઓએ લગભગ 3 કલાક સુધી ઘરની તપાસ કરી હતી. આ મીડિયા સાથે વાત કરતા પી ચિદમ્બરમે જણાવ્યું હતું કે, ઇડીના અધિકારીઓને એવુ લાગ્યું હતું કે તેઓ જ્યાં દરોડા પાડવા જઇ રહ્યાં છે ત્યાં પી. ચિદમ્બરમ રહે છે પરંતુ એ મારા પુત્રનું ઘર હતું. તેમની પાસે સર્ચ વોરન્ટ હતું. તેથી તેમને તપાસ કરવા દેવામાં આવી. અધિકારીઓએ પણ રસોડા અને રૂમની તપાસ કરી. આ ઘટનાને સાબિત કરવા માટે તેઓ 2012 અને 2014માં જે પેપર મે સંસદમાં રજુ કર્યા હતા તે સાથે લઇ ગઈ. આ ઉપરાંત ચેન્નઇના મારા ઘર પર પણ તેઓ ત્રણ વાર દરોડા પાડી ચુક્યા છે. પરંતુ આ વખતે ઇડીએ દરોડા શા માટે કર્યા તે વિશે ઇડીએ જવાબ આપવો પડશે.

English summary
P Chidambaram calls ED raid comedy of errors in Karti Chidambaram case. He says ED will have to answer the reason of raid.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X