For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આ તો કોંગ્રેસના 60 વર્ષના શાસનનો દોષ છે...', કોલસો-વિજળી સંકટ પર ચિદમ્બરમનો કટાક્ષ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે શનિવાર(30 એપ્રિલ)ના રોજ કોલસાની કમી અને ભીષણ ગરમીના કારણે પેદા થયેલ વિજળી સંકટને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે શનિવાર(30 એપ્રિલ)ના રોજ કોલસાની કમી અને ભીષણ ગરમીના કારણે પેદા થયેલ વિજળી સંકટને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યુ. પૂર્વ કેન્દ્રીય ગૃહ નાણામંત્રીએ ટ્વિટ કર્યુ, 'પ્રચૂર માત્રામાં કોલસો, મોટા રેલ નેટવર્ક, થર્મલ પ્લાન્ટોમાં અપ્રયુક્ત ક્ષમતા. તેમછતાં વિજળીની ભારે કમી માટે મોદી સરકારને દોષી ન ગણાવી શકાય. આ કોંગ્રેસના 60 વર્ષના શાસનનુ કારણ છે.'

p chidambram

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે પોતાના એક અન્ય ટ્વિટમાં કહ્યુ, 'સરકારે યોગ્ય સમાધાન શોધ્યુ છે. મુસાફર ટ્રેનોને રદ કરો અને કોલસાની રેકને ચલાવો. તેમછતાં પણ મોદી છે, તો સંભવ છે.' કોંગ્રેસે વિજળી સંકટને જવાબદાર ગણાવ્યુ છે જે ગયા વર્ષના અંતમાં આ પ્રકારની સમસ્યા બાદ કેન્દ્રના કુશાસન અને કુવ્યવસ્થાપન પર હતુ. એક અન્ય ટ્વિટમાં પી ચિદમ્બરમે કહ્યુ, કોલસો, રેલવે કે વિજળી મંત્રાલયોમાં કોઈ અક્ષમતા નથી. દોષ ઉક્ત વિભાગોના પૂર્વ કોંગ્રેસી મંત્રીઓનો છે.

કોંગ્રેસ પ્રવકતા ગૌરવ વલ્લભે શુક્રવાર(29 એપ્રિલ)એ કહ્યુ, 'આ વિજળી સંકટ કૃત્રિમ છે અને કોલસા વિતરણમાં ખરાબ શાસન અને ખરાબ વ્યવસ્થાપનના કારણે છે આ સંપૂર્ણપણે કુશાસન છે.' કેન્દ્ર સરકાર કોલસા વિતરણ માટે મદદ પ્રદાન નથી કરી રહ્યુ. ઘણા રાજ્યોને વિજળી સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે આ વર્ષોમાં સૌથી ખરાબ સ્થિતિ છે કારણકે દેશના અમુક ભાગોમાં ગરમીના કારણે વિજળીની માંગ આકાશને આંબી રહ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે યુક્રેનમાં યુદ્ધના કારણે આયાત કોલસાની કિંમતોમાં ભારે વૃદ્ધિ અને અમુક પાવર પ્લાન્ટ પોતાની ક્ષમતાથી કામ નથી કરી રહ્યા.

English summary
P Chidambaram jab at modi govt over coal and power crisis
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X