મની લોન્ડરિંગ કેસમાં CBI એ કાર્તિ ચિદમ્બરની ધરપકડ કરી

Posted By:
Subscribe to Oneindia News

ફેમા ઉલ્લંધન મામલે સીબીઆઇએ કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરી છે. તેમને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ મામલે પકડવામાં આવ્યા છે. સીબીઆઇએ આરોપ લગાવ્યો છે કે કાર્તી ચિદમ્બરમ તપાસમાં બિલકુલ પણ સહયોગ નથી આપી રહ્યા. જેના કારણે લંડનથી પરત ફર્યા પછી સીબીઆઇએ ચેન્નઇ સ્થિત તેમના નિવાસ સ્થાનેથી તેમની ધરપકડ કરી છે. નોંધનીય છે કે વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડે આઇએનએક્સ મીડિયાને વર્ષ 2007માં વિદેશી પૂંજી જોડવા માટે અનુમતિ આપી હતી. આ મામલે કાર્તિનું નામ તે વખતે આવ્યું જ્યારે તેમના પિતા પી ચિદમ્બરમ યુપીએ સરકારના નાણાં મંત્રી હતા.

kirti

ઇડીનો દાવો છે કે કાર્તિના સીએ એ ખોટી રીતે સંપત્તિ અર્જિત કરવામાં તેમની મદદ કરી છે. સાથે જ સીએ રમન જેમને માનવામાં આવે છે કે કાર્તિને મદદ કરી હતી તેમને પણ દિલ્હીની એક પાંચ સ્ટાર હોટલમાંથી પકડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઇડી દ્વારા પી. ચિદમ્બરમમાં ઘરે છાપો પણ પાડવામાં આવ્યો હતો. જ્યારે પી ચિદમ્બરે તેની રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પી ચિદમ્બરમ જ્યારથી નાણાં મંત્રી હતા ત્યારથી આ મામલે વિપક્ષ દ્વારા વિવાદ કરવામાં આવ્યો હતો. જેને તે સમયે યુપીએ સરકારની મુશ્કેલી વધારી હતી.

English summary
P Chidambaram son Karti Chidmbaram arrested by CBI in FEMA violation case. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.