જેલમાં જ રહેશે પી ચિદમ્બરમ, કોર્ટે 13 નવેમ્બર સધીની જ્યૂડિશિયલ કસ્ટડી વધારી

જેલમાં જ રહેશે પી ચિદમ્બરમ, કોર્ટે 13 નવેમ્બર સધીની જ્યૂડિશિયલ કસ્ટડી વધારી

નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા મામલે અદાલતે કોંગ્રેસી સાંસદ પી ચિદમ્બરમની જ્યૂડિશિયલ કસ્ટડી 13 નવેમ્બર સધી વધારી દીધી છે. બુધવારે દિલ્હીના રોજ એવન્યૂ કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના મામલાની સુનાવણી કરી. અદાલતે ઈડીની જ્યૂડિશિયલ કસ્ટડીમાં તેમને 13 નવેમ્બર સુધી તિહાર જેલ મોકલી દીધા છે. જ્યારે અદાલતે ઈડીની ચિદમ્બરમના એક દિવસના રિમાન્ડની અરજી ફગાવી દીધી.

P Chidambaram

અદાલતે પાછલી સુનાવણી પર ચિદમ્બરમને 30 ઓક્ટોબર સધી માટે ઈવીની કસ્ટડીમાં મોકલ્યા હતા. આજે કસ્ટડીની સમય સીમા ખતમ થયા બાદ તેમને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા. જ્યાં કોર્ટે પી ચિદમ્બરમની 14 દિવસ માટે જ્યૂડિશિયલ કસ્ટડી વધારી દીધી છે.

આઈએનએક્સ મીડિયા કેસ સાથે જોડાયેલ મની લૉન્ડ્રિંગ કેસ મામલે સીબીઆઈએ 21 ઓગસ્ટે દિલ્હી સ્થિત તેમના ઘરેથી પી ચિદમ્બરમની ધરપકડ કરી હતી. જે બાદથી ચિદમ્બરમ જેલમાં છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તરફથી નોંધાયેલ કેસમાં પી ચિદમ્બરમ 22 ઓક્ટોબરને જામીન આપી દીધા હતા પરંતુ આ મામલે ઈડીની જ્યૂડિશિયલ કસ્ટડીમાં હોવાથી તેઓ હજુ જેલમાં જ છે.

2007માં પી ચિદમ્બરમ નાણામંત્રી હતા ત્યારે આઈએનએક્સ મીડિયા ગ્રુપને 305 કરોડ રૂપિયાનું વિદેશી ધન હાંસલ કરવા માટે વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડની મંજૂરીમાં અનિયમિતતા વરતવાનો આરોપ છે. આ મામલે ધરપકડ કરાયેલ પી ચિદમ્બરમ હજુ જેલમાં છે. તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમ પણ આરોપી છે, તેઓ પણ આ મામલે જેલમાં રહી ચૂક્યા છે અને અત્યારે જામીન પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X