ચિદમ્બરમને જામીન તો મળ્યા પણ આ શરતોનું પાલન ના કર્યું તો ફરી જેલ જવું પડશે

ચિદમ્બરમને જામીન તો મળ્યા પણ આ શરતોનું પાલન ના કર્યું તો ફરી જેલ જવું પડશે

નવી દિલ્હીઃ વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમને 105 દિવસ બાદ તિહાર જેલથી છુટકારો મળ્યો છે. જો કે સુપ્રીમ કોર્ટે આઈએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં તેમને જામીન આપવાની સાથે જ કેટલીક શરતો પણ રાખી દીધી છે. જો આ શરતોનું ઉલ્લંઘન કરતાં તેઓ પકડાયા તો ફરી જેલ જવું પડી શકે છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે તેમને આઈએનએક્સ મીડિયા કેસ સાથે જોડાયેલ ભ્રષ્ટાચારના મામલે પાછલા 22 ઓક્ટોબરે જ તેમને જામીન આપી દીધા હતા, પરંતુ અગાઉ જ ઈડીએ આ કેસ સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગના મામલે 16 ઓક્ટોબરે તેમની ધરપકડ કરી હતી. સૌથી પહેલા સીબીઆઈએ 21 ઓગસ્ટે પી ચિદમ્બરમની ધરપકડ કરી હતી, જે બાદથી તેઓ મોટા ભાગના સમયે તિહાર જેલમાં જ કેદ રહ્યા.

ચિદમ્બરમને આ શરતે જામીન મળ્યા

ચિદમ્બરમને આ શરતે જામીન મળ્યા

જામીન પર બહાર રહેતી વખતે સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમ પર જે પ્રતિબંધો લગાવ્યા છે તેમાં કેટલાક અતિ મહત્વપૂર્ણ છે. એટલે કે હવે તેઓ અદાલતની મંજૂરી વિના વિદેશ નહિ જઈ શકે અને તેમનો પાસપોર્ટ પણ જપ્ત રહેશે. એટલું જ નહિ આ કેસ સંબંધે જ્યારે પણ જરૂરી હશે ત્યારે તેમણે સંબંધિત એજન્સીઓ સમક્ષ પૂછપરછ માટે ઉપસ્થિત થવું પડશે. સાથે જ અદાલતે કહ્યું કે તેઓ પોતાના પર ચાલી રહેલ કેસ અંગે મીડિયા સમક્ષ કે સાર્વજનિક રીતે કોઈ નિવેદન કે ઈન્ટર્વ્યૂ નહિ આપે. સુપ્રીમ કોર્ટે તેમને સૂચના આપી કે જામીન પર છૂટ્યા બાદ તેઓ આ કેસ સાથે જોડાયેલ કોઈપણ સાક્ષીનો સંપર્ક કરવાની કે પ્રભાવિત કરવાની કોશિશ નહિ કરે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાને એમ પણ કહ્યું કે જામીન દરમિયાન તેઓ સબૂતો સાથે છેડછાડની કોશિશ નહિ કરે. જો પૂર્વ કેન્દ્રીય મંત્રીએ અદાલતની આ શરતોનું ઉલ્લંઘન કર્યું તો તેમની જામીન રદ્દ થઈ શકે છે.

અદાલતના આદેશનું કેસના ટ્રાયલ પર અસર

અદાલતના આદેશનું કેસના ટ્રાયલ પર અસર

જણાવી દઈએ કે જસ્ટિસ આર ભાનુમતિની આગેવાની વાળી સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેંચે 74 વર્ષના કોંગ્રેસી નેતાને 2 લાખ રૂપિયાના ખાનગી બોન્ડ અને આટલી રકમની ગેરેન્ટી પર જામીન પર છોડવાનો આદેશ આપ્યો છે. આ બેંચમાં જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ હ્રુષિકેશ રૉય પણ સામે હતા. અદાલતે માન્યું કે આ મામલાની ગંભીરતાને જોતા જ દિલ્હી હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી હતી. જો કે અદાલતે કેસના મેરિટ પર હાઈકોર્ટની ટિપ્પણીને નામંજૂર કરી દીધી છે. અદાલતે એમ પણ સ્પષ્ટ કર્યું કે બુધવારે આપેલ તેમનો આદેશ કેસના મેરિટ પર પ્રભાવ નહિ નાખે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કેસમાં ચિદમ્બરમની મિલીભગત છે કે નહિ તે સુનાવણી દરમિયાન ચકાશવામાં આવશે. ચિદમ્બરમ તરફથી 15 નવેમ્બરે દિલ્હી હાઈકોર્ટના આવેલ ફેસલા વિરુદ્ધ સપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

શું છે મામલો?

શું છે મામલો?

આઈએનએક્સ મીડિયા મામલે સીબીઆઈએ 15 મે 2017ના રોજ કેસ નોંધ્યો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી પર આરોપ છે કે 2007માં નાણામંત્રી રહેતાં તેમણે આઈએનએક્સ મીડિયા ગ્રુપને 305 કરોડ રૂપિયાનું વિદેશી ધન હાસલ કરાવવા માટે વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડની મંજૂરીમાં અનિયમિતતા દાખવી. આ કેસમાં તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમ પણ આરોપી છે અને કાર્તિ પણ હાલ જામીન પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X