For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Padmaavat Release: કરણી સેનાએ કરી દેશવ્યાપી બંધની ઘોષણા

દેશભરમાં રિલીઝ થશે પદ્માવત, કરણી સેનાએ કર્યું બંધનું એલાનસિનેમાઘરોની બહાર ચાંપતો સુરક્ષા બંદોબસ્તઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

સંજય લીલા ભણસાલીની સૌથી ચર્ચિત અને વિવાદિત ફિલ્મ 'પદ્માવત' આખરે 25 જાન્યુઆરી ને ગુરૂવારે રિલીઝ થવા જઇ રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આખરે આ ફિલ્મ અનેક સંશોધન બાદ દેશભરમાં 4500 સ્ક્રિન પર રિલીઝ થવા જઇ રહી છે, જો કે કરણી સેનાનો ફિલ્મ સામેનો વિરોધ ચાલુ છે. કરણી સેના દ્વારા 'પદ્માવત'ના વિરોધમાં દેશવ્યાપી બંધની ઘોષણા કરવામાં આવી છે. કરણી સેના અને અન્ય કેટલાક સંગઠનોના વિરોધને કારણે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં સિનેમાગૃહના માલિકોએ આ ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં જ્યાં પણ આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિલ્હી, નોયડા, મુંબઇ, ગાઝિયાબાદ અને ફરીદાબાદ દરેક જગ્યાએ કડક સુરક્ષા બંદોબસ્ત છે.

padmaavat

દિલ્હીમાં સિનેમાગૃહોની બહાર રેપિડ એક્શન ફોર્સ ખડે પગે હાજર છે, તો ગુરુગ્રામમાં પહેલા જ કલમ 144 લગાવવામાં આવી છે. આ સઘળા વિવાદ અને વિરોધ વચ્ચે પણ ફિલ્મ 'પદ્માવત'નું ધમાકેદાર એડવાન્સ બુકિંગ થયું છે. જે શહેરમાં આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે, ત્યાં ઘણા સિનેમાગૃહોમાં શરૂઆતના બધા શો હાઉસફુલ હોવાની જાણકારી મળી છે. 80 વધુ શહેરોમાં આ ફિલ્મ માટે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. આ અંગે દીપિકા પાદુકોણે કહ્યું હતું કે, ફિલ્મ આખરે રિલીઝ થઇ રહી છે અને તેઓ લોકોની પ્રતિક્રિયા જોઇને ખૂબ ઉત્સાહિત છે. તેણે ફિલ્મની ટીમ અને ક્રૂના તમામ સભ્યો તરફથી ફિલ્મને સહકાર આપવા બદલ લોકોનો આભાર માન્યો હતો.

English summary
Padmaavat release now, Karni Sena calls for Bharat bandh today, As tight security takes over the area, police has stopped tourists or any public from entering the fort area.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X