પાકિસ્તાની સેનાએ આખી રાત ગોળીબાર ચાલુ રાખ્યો

ભારતીય લશ્કરમાંના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનની સેનાએ જમ્મુ અને કશ્મીરમાં અંકુશ રેખા પર આવેલી કૃષ્ણા ઘાટી અને સોના ગલી સેક્ટરોમાં ભારતીય લશ્કરની પાંચ ચોકીઓ પર ગોળીબાર કર્યો છે. તેમણે આ ગોળીબાર ગઈ શુક્રવારથી શરૂ કર્યો હતો અને આખી રાત ચાલુ રાખ્યો હતો.
પાકિસ્તાની લશ્કરે શુક્રવારે સાંજે 4.30 વાગ્યાથી ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતે તેનો વળતો જવાબ આપ્યો હતો. થોડી થોડી વારે સામસામો ગોળીબાર થતો જ રહ્યો હતો અને આખી રાત એ સીલસીલો ચાલુ રહ્યો હતો. ભારતીય પક્ષે હજી સુધી કોઇ જવાન ઘાયલ થયો નથી.












Click it and Unblock the Notifications
