For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફફડી ઉઠ્યું પાકિસ્તાન? રદ્દ કરી રેંજર્સની રજાઓ, સરહદ પર સુરક્ષા વધારી

|
Google Oneindia Gujarati News

જમ્મુ-કાશ્મીરનાં ઉરી સ્થિત ભારતીય સેનાનાં બેઝ કેમ્પ પર થયેલા હુમલા બાદ અને પાકિસ્તાને પોતાના એ તમામ રેન્જર્સની રજાઓ રદ્દ કરી દીધી છે જે જમ્મુ-કાશ્મીર અને પંજાબની સરહદ પર તેનાત હતા.

ભારત Vs પાક, અત્યારે યુદ્ધ થયું તો કોને થશે આર્થિક નુકશાન?ભારત Vs પાક, અત્યારે યુદ્ધ થયું તો કોને થશે આર્થિક નુકશાન?

Pakistan army cancels pak rangers leave after uri attack

મીડિયા રીપોર્ટસ પ્રમાણે સેનામાં ઉચ્ચપદસ્થ અધિકારીઓએ વાતની પુષ્ટિ કરી છે કે ઉરી હુમલાનાં તુરંત બાદ લાહૌર સ્થિત પાકિસ્તાની સેનાનાં હેડક્વાટર પરથી એ સંદેશ આવ્યો હતો કે બધાની રજાઓ રદ્દ થઇ ગઈ છે. સાથે જ અહીં તેનાત રેંજર્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે.

રીપોર્ટસ અનુસાર ઈન્ટેલીજન્સની જાણકારી મુજબ રેંજર્સનાં વરિષ્ઠ અધિકારીઓ, વિંગ કમાંડરોને આગળનાં વિસ્તારોમાં પોઝીશન સંભાળવાનું કેહવામાં આવ્યું છે. એટલું જ નહીં વિંગ કમાન્ડરોને સુચના મળી છે કે તેઓ રાત્રે પણ આગળના ક્ષેત્રોમાં જ રોકાય જ્યાં સુધી ઉચ્ચ મુખ્યાલય તરફથી ફરીથી આકલન ન કરી લેવામાં આવે અને અન્ય નવી સુચના ન આવે.

ભારત VS પાકિસ્તાન : કોની આર્મીમાં છે કેટલો દમ? વાંચોભારત VS પાકિસ્તાન : કોની આર્મીમાં છે કેટલો દમ? વાંચો

અમે આપ ને જણાવી દઈએ કે સરહદની પેલે પાર પાકિસ્તાની રેંજર્સની કેટલીક એવી પોસ્ટ છે જે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયેબા નાં આતંકીઓને ભારતમાં ઘુસવા મદદ કરવા માટે જાણીતી છે. આતંકી પેહલા તો સિયાલકોટમાં એકત્રિત થાય છે અને ત્યાર બાદ તેઓ પાકિસ્તાન રેંજર્સની ભારત-પાક સરહદ પર આવેલી પોસ્ટ પાસે જઈ છુટા પડી જાય છે. જેથી તેઓ સરળતાથી ભારતમાં ઘુસણખોરી કરી શકે.

બીજી તરફ ઉરી હુમલા બાદ ભારત તરફથી પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને બીએસેફએ પણ ભારત-પાક સરહદ પર ચોકસી વધારી દીધી છે. ભારતમાં ઘુસણખોરીનાં તમામ જુના રસ્તાઓ પર પણ સર્વિલંસ વધારી દેવામાં આવ્યો છે.

English summary
Pakistan army cancels pak rangers leave after uri attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X