For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને એરસ્પેસ ના ખોલવા બદલ કડક એક્શનના મૂડમાં ભારત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સઉદી અરબના પ્રવાસ માટે જે રીતે પાકિસ્તાને પોતાનો એરસ્પેસની અનુમતિ પીએમ મોદીના વિમાનને ન આપી ત્યારબાદ ભારતે આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં લઈ જવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સઉદી અરબના પ્રવાસ માટે જે રીતે પાકિસ્તાને પોતાનો એરસ્પેસની અનુમતિ પીએમ મોદીના વિમાનને ન આપી ત્યારબાદ ભારતે આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં લઈ જવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોની માનીએ તો ભારત ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઑર્ગેનાઈઝેશનને આ બાબતે ફરિયાદ કરશે. સૂત્રો અનુસાર વિમાનને એરસ્પેસમાંથી ઉડવાની અનુમતિ માંગવામાં આવે છે અને ની અનુમતિ સંબંધિત દેશ આઈસીએઓના નિર્ધારિત નિયમો અનુસાર આપે છે.

નિયમોનુ ઉલ્લંઘન

નિયમોનુ ઉલ્લંઘન

સૂત્રો અનુસાર નિર્ધારિત નિયમો મુજબ એરસ્પેસ પરથી વિમાન ઉડાડવાની અનુમતિ આઈસીએઓના નિયમો અનુસાર લેવામાં આવે છે અને આને સંબંધિત દેશ આપે છે. ભારત આ રીતની ક્લિયરન્સની માંગ કરતો રહેશે. ભારતે પાકિસ્તાન દ્વારા અનુમતિ ન આપવા સામે આઈસીએઓમાં જવાનો નિર્ણ કર્યો છે. સૂત્રોનુ કહેવુ છે કે પાકિસ્તાને જણાવવુ પડશે કે તેણે પહેલેથી નિર્ધારિત આંતરરાષ્ટ્રય નિયમોનુ ઉલ્લંઘન કેમ કર્યુ. આ પહેલા પાકિસ્તાનના વિદેશ મં6 શાહ મહમૂદ કુરેશીએ રવિવારે કહ્યુ હતુ કે ઈસ્લામાબાદએ નવી દિલ્લીની આ અપીલને ફગાવી દીધી છે જેમાં પીએમ મોદીના વિમાનને પાકિસ્તાનના એરસ્પેસમાં થઈને જવાની અનુમતિ માંગવામાં આવી હતી.

બે દિવસના પ્રવાસ પર રવાના થશે પીએમ

બે દિવસના પ્રવાસ પર રવાના થશે પીએમ

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદી આજે બે દિવસના પ્રવાસ પર સઉદી અરબ રવાના થઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી બંને દેશો વચ્ચે ઉર્જા, નાણા અને તમામ મહત્વના સેક્ટર વચ્ચે સંબંધો મજબૂત કરવાની કોશિશ કરશે. પ્રધાનમંત્રી સઉદી અસરબ સઉદીના કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદના આમંત્રણ પર સઉદી અરબ જઈ રહ્યા છે. સઉદીના પ્રિન્સ આ દરમિયાન પોતાના દેશમાં રૂપે કાર્ડને લૉન્ચ કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી રિયાદમાં ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટિવ ફોરમના ત્રીજા સત્રમાં પણ ભાગ લેશે.

આ પણ વાંચોઃ દિવાળીની ઉજવણી બાદ દિલ્લી-નોઈડાની હવા થઈ ઝેરીલી, શ્વાસ લેવામાં તકલીફઆ પણ વાંચોઃ દિવાળીની ઉજવણી બાદ દિલ્લી-નોઈડાની હવા થઈ ઝેરીલી, શ્વાસ લેવામાં તકલીફ

એફઆઈઆઈને કરશે સંબોધિત

એફઆઈઆઈને કરશે સંબોધિત

પ્રધાનમંત્રી આજે રાતે રિયાદ પહોંચશે. માનવામાં આવી રહ્યુ છે કે સઉદીના અમુક મંત્રી અને મહત્વના ગણમાન્ય આ દરમિયાન પીએમ સાથે મુલાકાત કરશે. પીએમ આ દરમિયાન એફઆઈઆઈના વિસ્તૃત સત્રને પણ મંગળવારે સંબોધિત કરશે. ત્યારબાદ મંગળવારે રાતે પીએમ ભારત રવાના થઈ જશે. તમને જણાવી દઈએ કે એફઆઈઆઈને દાઓસ ઈન ડેઝર્ટના નામથી પણ ઓળખવામાં આવે છે... જેની મેજબાની 2017થી રિયાદ કરતુ આવ્યુ છે. આનુ મુખ્ય લક્ષ્ય કિંગડમને આ ક્ષેત્રમાં રોકાણના હબ તરીકે આગળ વધારવાનુ છે.

English summary
Pakistan denied airspace to PM Modi India to take the issue world body.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X