પાકિસ્તાને કાબુલમાં ભારતીય રાજદૂતની હત્યા માટે સોપારી આપી

સિંહાને જણાવવામાં આવ્યું છે કે તેઓ બુલેટપ્રુફ જેકેટ પહેર્યા વિના ઘરની બહાર નીકળે નહીં. તેઓ જ્યારે પણ બહાર નીકળે ત્યારે ઓછામાં ઓછી ત્રણ હથિયારબંધ લેન્ડ ક્રુઝર લઇને નીકળે. આ અંગે એક અંગ્રેજી દેનિકે જણાવ્યું છે કે ભારત સરકારને પોતાના સૂત્રો પાસેથી ખાનગી માહિતી મળી છે કે આઇએસઆઇએ અમર સિંહાને જાનથી મારી નાખવા માટે હક્કાનીના નેટવર્કના બે તાલિબાનીયોને રૂપિયા પાંચ લાખ આપીને સોપારી આપી છે.
આ દમરિયાન સુરક્ષા અધિકારીઓની એક ટીમ ત્યાં મોકલવામાં આવી છે. જેથી ભારતીય દૂતાવાસ અને રાજદૂતની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરીને યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી શકે. ઉલ્લેખનીય છે કે કેટલાક વર્ષો પહેલા અફઘાનિસ્તાનમાં જ ભારતીય દૂતાવાસ પર ખૂબ મોટો હુમલો થયો હતો. તેમાં ભારતના અનેક ઉચ્ચ અધિકારીઓ માર્યા ગયા હતા.












Click it and Unblock the Notifications
