For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને સરદહ પર તોપખાનાની જમાવટ કરી

|
Google Oneindia Gujarati News

pakistan
નવી દિલ્હી, 27 ઓગસ્ટ : ભારત અને પાકિસ્તાનની સરહદ પર સ્થિતિ હજી પણ તણાવપૂર્ણ છે. ભારત - પાકિસ્તાન સીમા પર સતત ગોળીબારને કારણે લોકો પોતાના ઘર છોડીને અન્યત્ર સુરક્ષિત સ્થળોએ આશરો લઇ રહ્યા છે. આ કારણે પરિસ્થિતિ વધારે બગડી રહી છે. આવી સ્થિતિમાં ભારત માટે ચેતવણીરૂપ સમાચાર એ આવ્યા છે કે પાકિસ્તાને સરહદ પર તોપખાનાની જમાવટ કરી છે.

પાકિસ્તાને પોતાના દમુઇ વિસ્તારમાં આવેલી સીમા તોપખાનું જમાવ્યું છે. આ સાથે તેણે સરહદ પર આવેલી તમામ સરકારી કચેરીઓ અને શાળાઓને બંધ કરવાનું ફરમાન પણ આપી દીધું છે. આ બાબત સંકેત આપે છે કે આવનારા દિવસોમાં સરહદ પર પરિસ્થિતિ વધારે ખરાબ બની શકે છે.

જેના પગલે ભારતીય સેનાએ પણ આવી અણધારી સ્થિતનો સામનો કરવા માટે સજ્જ બનવું પડશે અને ગમે તેવી સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. પાકિસ્તાને સોમવારે રાજોરી જિલ્લાના તરકુંડી અને કેરી સેક્ટર ઉપરાંત પૂંછ જિલ્લાના મેંઢર તાલુકાના બાલાકોટ સેક્ટરમાં ભારે ગોળીબાર કર્યો હતો.

સીમા પરથી પાકિસ્તાન માર્ટાર અને રોકેટ પણ છોડી રહ્યા છે. સોમવારે મોડી સાંજે તોપનો એક ગોળો બાલાકોટ વિસ્તારમાં આવેલા મહોમ્મદ યાકુબના ઘર પર પડ્યો હતો. આ કારણે મકાન ધ્વસ્ત થઇ ગયું હતું. જો કે આ ઘટનામાં કોઇ ઘાયલ થયું નથી. ભારતીય સેનાએ સમયવર્તે સાવધાન બનીને તૈયાર થવાની જરૂર છે.

English summary
Pakistan has deployed Artillery on border
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X