આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે પાકિસ્તાન : એન્ટની

તેમણે અત્રે પત્રકારોને કહ્યું કે 'અમે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોને લઇને ચિંતિત છીએ. તેમણે તેની સામે કડક કાર્યવાહી કરવી જોઇએ જેના કારણે આપણા સંબંધોમાં સુધાર આવશે.' તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે શું પાકિસ્તાનમાં સરકાર બદલવાથી બંને દેશોના સંબંધ સુધરી શકશે.
પાકિસ્તાનને 'પોતાના સૌથી નજીકના પાડોશી' ગણાવતા એન્ટનીએ કહ્યું કે ભારત સરકાર તેમની સાથે મિત્રતાભર્યા સંબંધો ઇચ્છે છે કારણ કે 'શાંત અને સ્થિર પાકિસ્તાન ભારતના હિતમાં છે.'
ભારત ચીન સંબંધો અને સરહદની સ્થિતિ અંગે રક્ષામંત્રીએ કહ્યું કે 'હાલની સમસ્યાનું બંને દેશોની સંતુષ્ટિ પ્રમાણે ઉકેલ લાવી દેવાયો છે. અવારનવાર ઉભી થતી મુશ્કેલીઓને હલ કરવા માટે અમારી પાસે એ તંત્ર છે. તેમણે જણાવ્યું કે સરહદ પર શાંતિ બનાવી રાખવા માટે સર્વોચ્ચ સ્તરનો નિર્ણય હતો. તેમણે જણાવ્યું કે બંને દેશ સંયુક્ત અભ્યાસ પણ કરશે.'












Click it and Unblock the Notifications
