For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26 ઓક્ટોબર 1947ના રોજ કાશ્મીરમાં મનાવાઇ હતી દિવાળી

|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 26 ઓક્ટોબરઃ પાકિસ્તાન 26 ઓક્ટોબર એટલે કે આજના દિવસે બ્રિટનમાં કાશ્મીર પર એક ‘મિલેનિયમ માર્ચ',નું આયોજન કરવાના છે. પાકનો હેતુ આ માર્ચ થકી આખા વિશ્વનું ધ્યાન કાશ્મીર તરફ આકર્ષિત કરવાનું છે.

jammu-and-kashmir-relation-with-26-october
પરંતુ તમને માલુમ છેકે પાકિસ્તાને આજના દિવસને જ કેમ પસંદ કર્યો માર્ચ માટે. ખરા અર્થમાં 26 ઓક્ટોબર 1947ના રોજ જ જમ્મૂ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની ગયો હતો.

26 ઓક્ટોબરે રાજ્યમાં હોય છે રજા
26 ઓક્ટોબર 1947ના રોજ કાશ્મીરના મહારાજ હરિ સિંહે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન પર સાઇન કર્યા હતા. આ સાઇનની સાથે જ જમ્મૂ કાશ્મીર ભારતમાં સામેલ થઇ ગયું હતું.

આ દિવસે કાશ્મીરમાં જશ્ન અને ઉજવણીનો માહોલ હતો. આખો દિવસ રાજ્યમાં અનેક રેલીઓનું આયોજન થયુ, ફટાકડાં ફોડવામાં આવ્યા, જમ્મૂ કાશ્મીરની ધરતી પર ભારતના રાષ્ટ્રીય ગીતો ગુંજતા રહ્યાં હતા અને તિંરગો શાનથી લહેરાઇ રહ્યો હતો.

રાજ્યના અનેક હિસ્સાઓમાં તો દિવાળી કરતા પણ વધારે જશ્ન મનાવવામાં આવ્યું હતું. આજે પણ રાજ્યમાં 26 ઓક્ટોબરે રજા રહે છે.

અલગાવવાદીઓએ બોલાવ્યો હતો બ્લેક ડે

જોકે જે પ્રકારે આજે કાશ્મીરમાં અલગાવવાદી તેની શાંતિ પ્રક્રિયામાં અવરોધ બને છે, તેવી જ રીતે તે સમયે પણ અલગાવવાદીઓ લોકોની ખુશીમાં અવરોધ બની ગયા હતા.

અલગાવવાદીઓ તરફથી ઘાટીમાં બ્લેક ડે મનાવવાની અપીલ કરવામાં આવી હતી. મહારાજા હરિ સિંહે જે દસ્તાવેજ પર સાઇન કર્યા હતા, ત્યારબાદ ભારતીય સેનાને કાશ્મીરની સુરક્ષા માટે દાખલ થવાની મંજૂરી મળી ગઇ હતી.

અલગાવવાદી કાશ્મીરમાં ભારતીય સેનાની હાજરીની વિરુદ્ધ હતા. ત્યારબાદ જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ શેખ અબ્દુલ્લાએ રાજ્યથી પઠાણ જનજાતિના લોકોને રાજ્યની બહાર કરવાની માંગ કરી.

English summary
Reason why Pakistan is holding a Millennium March on Kashmir in Britain on 26th October.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X