For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનને ભારતનો જવાબ, તરત ખાલી કરો ગેરકાયદે કબ્જો

એવુ લાગી રહ્યુ છે કે ભારતે હવે ગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનને અલ્ટીમેટમ આપવુ શરૂ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

એવુ લાગી રહ્યુ છે કે ભારતે હવે ગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનને અલ્ટીમેટમ આપવુ શરૂ કરી દીધુ છે. વિદેશ મંત્રાલય તરફથી પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ તરફથી ગિલગિટ-બાલ્ટિસ્તાન પર આવેલ એક આદેશ બાદ કડક વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ભારતે પાકિસ્તાનના એક વરિષ્ઠ રાજનાયકને બોલાવ્યા અને આ મુદ્દે કડક નિવેદન(ડિમાર્શ) જારી કર્યુ.

gilgit baltistan

વિદેશ મંત્રાલયે જારી કર્ય ડિમાર્શ

વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને સ્પષ્ટ કરી દીધુ છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો આખો વિસ્તાર જેમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનનો હિસ્સો પણ આવે છે, તે ભારતનો આંતરિક ભાગ છે અને ભારત પાસે આના પર અખંડનીય અને કાનૂની અધિગ્રહણનો અધિકાર છે. પાકિસ્તાને એ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે આ મુદ્દે ભારતની સ્થિતિ વર્ષ 1994માં સંસદ પાસે થયેલ પ્રસ્તાવમાં જોવા મળી હતી જેને સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યુ હતુ. પાકિસ્તાન કે તેની ન્યાયપાલિકા પાસે કોઈ અધિકાર નથી કે તે આના પર ગેર કાયદેસર અને બળજબરીથી કબ્જો કરે. ભારત આ પ્રકારની કાર્યવાહીને ફગાવી દે છે. ભારતે પાકને સ્પષ્ટ કહી દીધુ છે કે પાકિસ્તાનને આના પર પોતાના બધા ગેરકાયદે કબ્જો છોડી દેવો જોઈએ અને જમ્મુ કાશ્મીરમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાની કોશિશ ન કરવી જોઈએ.

પાકિસ્તાન સચ્ચાઈ છૂપાવી નથી શકતી

વિદેશ મંત્રાલયે જણાવ્યુ કે પાકને જણાવ્યુ છે કે ઐ પ્રકારની કાર્યવાહીથી પાકિસ્તાન, કેન્દ્રશાસિત રાજ્યો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પર ગેરકાયદે કબ્જાને છૂપાવી નથી શકત અને ના માનવાધિકાર ઉલ્લંઘનોથી મોઢુ ફેરવી શકે. પાક એ વાતને પણ ફગાવી નહિ શકે કે સાત દશકથી પીઓકેમાં લોકોની આઝાદીથી ઈનકાર કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટે 28 એપ્રિલે ગિલગિટ-બાલ્ટિસ્તાનના એડવોકેટ જનરલને નોટિસ જારી કરી. આ નોટિસમાં સુપ્રીમ કોર્ટે પ્રાંતીય સરકારને આ મંજૂરી આપી છે કે તે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી માટે તે વર્ષ 2018માં આવેલ આદેશમાં જરૂરી ફેરફાર કરીે વધુ એક કાર્યકારીને તૈયાર કરે. ત્યારબાદ 30 એપ્રિલે સુપ્રીમ કોર્ટે અહીં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ ડૉક્ટરે કોરોના દર્દીનુ કર્યુ યૌન શોષણ, સંક્રમણના ડરથી પોલિસ ધરપકડ કરી શકતી નથીઆ પણ વાંચોઃ ડૉક્ટરે કોરોના દર્દીનુ કર્યુ યૌન શોષણ, સંક્રમણના ડરથી પોલિસ ધરપકડ કરી શકતી નથી

English summary
Pakistan should immediately vacate all areas under its illegal occupation after Pak Supreme Court's order on Gilgit-Baltistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X