પાકિસ્તાની આતંકી સમુદ્રી રસ્તેથી હુમલો કરી શકેઃ રાજનાથ સિંહ

પાકિસ્તાની આતંકી સમુદ્રી રસ્તેથી હુમલો કરી શકેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે સમુદ્રી રસ્તેથી દેશમાં આતંકીઓ ઘૂસણખોરી કરી હુમલો કરી શકે તેવી આશંકા જતાવી છે. રાજનાથ સિંહે કહ્યં કે પાડોસી દેશ તરફથી સમુદ્રી સીમાના રસ્તે આતંકી આવી શકે તે વાતનો ઈનકાર ન કરી શકાય. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આપણી સેના તમામ સીમાઓ પર નજર રાખીને બેઠી છે અને આવી કોઈપણકોશિશ નાકામ કરવા માટે સંપૂર્ણરીતે સક્ષમ છે. કેરલના કોલ્લમમમાં એક કાર્યક્રમ દરમિયાન બોલતાં રક્ષામંત્રીએ આ વાત કહી હતી.

rajnath singh

રાજનાથ સિંહે કહ્યું કે કચ્છથી કેરળ સુધી ફેલાયેલ સમુદ્રી સીમાઓ દ્વારા પાડોસી દેશના આતંકવાદીઓ કોઈ આતંકી ઘટનાને અંજામ આપી શકે છે. આ આશંકા ફગાવી ન શકાય પરંતુ હું તમને લોકોને ભરોસો અપાવવા માંગું છું કે આપણી નૌસના આવા કોઈપણ ખતરાથી નિપટવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. આપણા તટીય અને સમુદ્રી સુરક્ષા બળ આ આશંકાના મુદ્દે પૂરી સતર્કતા વરતી રહ્યા છે. જે પરેશાન કરશે તેમને ભારત શાંતિથી રહેવા નહિ દે.

પુલવામામાં થયેલ હુમલાને લઈ રાજનાથ સિંહે કહ્યું કે દેશના બાળકોએ આપણા સૈનિકોની કુરબાની યાદ રાખવી જોઈએ. જો દેશ પોતાના સૈનિકોની કુરબાની યાદ નથી કરતો તો આ દુનિયામાં ક્યાંય આદર નથી મળતો. તમે જાણો છો કે પુલવામા હુમલાના કેટલાક દિવસ બાદ આપણી વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં હુમલા કર્યા. સ્પષ્ટ છે કે જો કોઈ આપણને પરેશાન કરશે તો આપણે પલટવાર કરીશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X