બાગેશ્વર બાબાએ આપ્યુ પાક. પર નિવેદન, કહ્યુ પાકને બનાવીશુ હિન્દુ રાષ્ટ્ર, પીઓકેને રામની જરૂર છે
ગુજરાતમાં મહેમાન બનેલા મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પંડીત ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યુ હતુ કે, પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશુ. પાકિસ્તાનને રામની જરૂર છે. તેમણે કહ્યુ હતુ કે, જ્યારે ભારતમાં હિન્દુ માથા પર તિલક લગાવીને સડક પર નીકળશે ત્યારે ભારત હિન્દુ રાષ્ટ્ર બની જશે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના અનુયાયીઓ સામે કહ્યુ કે, ભારતને જ નહી પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવમાં આવશે.

તેમણે વધારેમાં ક્હયુ હતુ કે, પાક ઓક્યુપાઇડ કાશ્મીરમાં રામ અને હિદુસ્તાનની જરુર છે. તેમણે કહ્યુ કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આપણી પાસેથી પડાવી લેવામાં આ્વ્યુ છે. કાશ્મીર પાકિસ્તાનથી સંળાળી નથી શકાતુ.
પીએમ મોદીએ હાલમાં જ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને વાય કેટેગરીની સિક્યુરિટીની આપી હતી. આના પર રિએક્શન આપતા પંડિત શાસ્ત્રીએ કહ્યુ કે, આદિવાસી વિસ્તારોમાં જંગલોમાં કથા કરી રહ્યુ છુ. એટલા માટે મારા વિરુદ્ધ ષડયંત્ર કરવામાં આવી રહ્યુ છએ. તેમણે કહ્યુ કે સુરક્ષા એટલા માટે આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
