એરસ્ટ્રાઈક બાદ ગુજરાતમાં ઘૂસેલા પાકિસ્તાની ડ્રોનને બીએસએફે નષ્ટ કર્યુ
મંગળવારે સવારે ગુજરાતની બોર્ડર પર પાકિસ્તાની ડ્રોનને નષ્ટ કરવાના સમાચાર આવી રહ્યા છે.
મંગળવારે સવારે ગુજરાતની બોર્ડર પર પાકિસ્તાની ડ્રોનને નષ્ટ કરવાના સમાચાર આવી રહ્યા છે. આ પાકિસ્તાની ડ્રોન એરબેઝ પાસે ઉડતુ દેખાઈ રહ્યુ હતુ જેને બીએસએફે નષ્ટ કરી દીધુ છે. આજે જ ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખા (એલઓસી)ને પાર આતંકી કેમ્પો અને લૉન્ચ પેડો પર હુમલા કર્યા અને જૈશ એ મોહમ્મદના કંટ્રોલ રૂમને નષ્ટ કરી દીધુ છે. સૂત્રો અનુસાર ભારતીય સુરક્ષા બળોએ સવારે સાડા છ વાગે પાકિસ્તાની ડ્રોનને નષ્ટ કરી દીધુ.

તમને જણાવી દઈએ કે પુલવામા હુમલાના 12 દિવસ બાદ ભારત તરફથી પીઓકે સ્થિત આતંકી છાવણીઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈન્ડિય એરફોર્સના મિરાજદ 2000 ફાઈટર જેટ્સે લાઈન ઑફ કંટ્રોલ (એલઓસી) પાર કરીને જૈશ એ મોહમ્મદની છાવણીઓ પર 1000 કિલોગ્રામ બોમ્બ ફેંક્યા અને ઘણી આતંકી છાવણીઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી.












Click it and Unblock the Notifications
