'મુંબઇથી ગોવા જઇ રહેલા ટેન્કરમાં RDX લઇને બેઠા છે પાકિસ્તાની..' મુંબઇ પોલીસને આવ્યો કોલ
મુંબઈ પોલીસે ધમકીભર્યા ફોન કોલની માહિતી આપી છે. પોલીસને જણાવાયું હતું કે મુંબઈથી ગોવા જઈ રહેલા ટેન્કરમાં આરડીએક્સ રાખવામાં આવ્યું હતું. આ ટેન્કરમાં આતંકીઓ બેઠા છે.
"મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ મળ્યો હતો જેમાં ફોન કરનારે માહિતી આપી હતી કે RDX અને બે પાકિસ્તાની નાગરિકોને લઈને એક ટેન્કર મુંબઈથી ગોવા જઈ રહ્યું છે. ફોન કરનારે પોતાની ઓળખ પાંડે તરીકે આપી છે. તપાસ ચાલુ છે."

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ધમકીભર્યો કોલ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો હતો. જેમાં ફોન કરનારે જણાવ્યું કે એક ટેન્કર RDX ભરેલું છે અને બે પાકિસ્તાની નાગરિકો મુંબઈથી ગોવા જઈ રહ્યા છે. મુંબઈ પોલીસને ફોન કરનારે પોતાની ઓળખ પાંડે તરીકે આપી હતી.
મુંબઈમાં આતંકવાદી કાવતરાને અંજામ આપવા સંબંધિત ધમકીનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ પોલીસ કંટ્રોલ રૂમમાં આવી ધમકીઓ આવતી રહી છે. હાલ મુંબઈ પોલીસ દ્વારા આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. દસ દિવસમાં આ ત્રીજો ધમકીભર્યો કોલ છે.
Maharashtra | Mumbai Police Control room received a threat call, in which the caller informed that a tanker filled with RDX & two Pakistani nationals was going from Mumbai to Goa. The caller identified himself as Pandey. Investigation is underway: Mumbai Police
— ANI (@ANI) July 23, 2023
અગાઉ ટ્રાફિક કંટ્રોલ રૂમને વધુ એક ધમકીભર્યો કોલ આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈમાં ફરીથી 26/11 જેવો આતંકવાદી હુમલો કરવામાં આવશે. એટલું જ નહીં, આ મેસેજમાં એક અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી હતી કે યુપીમાં યોગી આદિત્યનાથની સરકાર અને મોદી સરકાર નિશાના પર છે.












Click it and Unblock the Notifications
