પં. બંગાળ પંચાયત ચૂંટણી: કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ

supreme court
નવી દિલ્હી, 26 જૂન : સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે કે રાજ્યમાં પંચાયત ચૂંટણી કરાવવામાં સુરક્ષા દળોની જરૂરિયાતને કેવી રીતે પૂરી કરશે.

ન્યાયાધીશ એકે પટનાયક અને ન્યાયાધીશ રંજન ગોગોઇની પીઠે રાજ્ય ચૂંટણીપંચની અરજી પર સુનવણી કરતા આ નોટિસ ફટકારી છે. અરજીમાં 2 જુલાઇના રોજ નિર્ધારિત પંચાયત ચૂંટણી સંમ્પન કરાવવા માટે પૂરતા પ્રમાણમાં સુરક્ષાદળ પૂરું પાડવા માટે સરકારને નિર્દેશ કરવાની માંગ કરવામાં આવી હતી.

પ્રદેશ ચૂંટણીપંચે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિઓમાં હિંસા મુક્ત ચૂંટણી કરાવવી સંભવ નથી કારણે પૂરતા પ્રમાણમાં સુરક્ષા દળ ઉપલબ્ધ નથી.

પંચ તરફથી હાજર થયેલા વકિલ મીનાક્ષી અરોડાએ કહ્યું કે ઘણા ચરણોમાં ચૂંટણી કરાવવા તૈયાર છે પરંતુ સુરક્ષા દળ ઉપલબ્ધ કરાવવા જોઇએ. પંચે અહીં સુધી કહ્યું કે સુરક્ષા દળના અભાવે થોડા સમય સુધી ચૂંટણીને ટાળી પણ શકાય છે. તેમણે કહ્યું કે પંચેને લગભગ 2,41,000 સુરક્ષાકર્મીઓની જરૂરીયાત છે. જેમાંથી 1,40,000 શસસ્ત્ર હોવા જોઇએ જ્યારે બાકી બિન હથિયારધારી હોવા જોઇએ.

રાજ્ય સરકારે કહ્યું કે તેઓ કોઇપણ કિંમતે ચૂંટણી કરાવવા ઇચ્છે છે અને સાથે જ એવું પણ કહ્યું છે કે આ મામલો કોલકાતા હાઇકોર્ટના વિચારઆધિન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X