For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉમ્બે હાઈકોર્ટે અડધી રાતે થયેલી સુનાવણીમાં મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહની ધરપકડ પર લગાવી રોક

બૉમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને અકોલા પોલિસની એક ફરિયાદના આધારે મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહ સામે નોંધાયેલ એક કેસમાં તેમની ધરપકડ ન કરવાના નિર્દેશ આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને અકોલા પોલિસની એક ફરિયાદના આધારે મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહ સામે નોંધાયેલ એક કેસમાં તેમની ધરપકડ ન કરવાના નિર્દેશ આપ્યા છે. ન્યાયમૂર્તિ એસજે કથાવાલા અને ન્યાયમૂર્તિ એસપી તાવડેની પીઠે રાજ્ય સરકારને પરમબીર સિંહની ધરપકડ નહિ કરવાનો આદેશ આપીને કેસની સુનાવણી સોમવાર સુધી માટે સ્થગિત કરી દીધી છે. ગઈ સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે દલીલ કરી દીધી હતી કે પરમબીર સિંહની ધરપકડ કરવામાં નહિ આવે. જો કે, રાજ્ય મહારાષ્ટ્ર સરકાર તરફથી આ વખતે થયેલી સુનાવણીમાં હાજર થયેલા વકીલ ડેરિયસ ખંભાતાએ કહ્યુ કે હવે તેમની ધરપકડ વધુ ટાળી શકાય નહિ.

mumbai

તેમણે કહ્યુ, 'હું નિવેદન આપવાની સ્થિતિમાં નથી. આ એસસી/એસટી અધિનિયન હેઠળ એક ખૂબ ગંભીર કેસ છે. હું એ નથી કહી રહ્યો કે અમે તેમની રાતોરાત ધરપકડ કરી લઈશુ પરંતુ હું તપાસ પર વધુ કોઈ ઝંઝટ નથી ઈચ્છતો.' વળી, રાજ્ય સરકારે પરમબીર સિંહ સામે અમુક પૂછપરછ પણ શરૂ કરી છે. તેમની સામે એસસી/એસટી અધિનિયમ અને ઘણા અન્ય ગુનાઓ હેઠળ એક FIR પણ નોંધવામાં આવી છે જેની તપાસ ઠાણે પોલિસ કરી રહી છે. વળી, મહારાષ્ટ્ર હોમગાર્ડના મહાનિર્દેશક(ડીજી) પરમબીર સિંહે આરોપ લગાવ્યો છે કે તેમની સામે બદલાની કાર્યવાહીના કારણે એફઆઈઆઈ નોંધવામાં આવી છે. તેમણે એક અરજી દાખલ કરીને તેમની સામે થઈ રહેલી તપાસને રોકવાની પણ માંગ કરી છે.

વળી, મહારાષ્ટ્ર સરકારના વકીલ ખંભાતાએ તર્ક આપ્યો કે પરમબીર સિંહને સુરક્ષા મળ્યા બાદ તેમણે અહીંની અદાલતમાં તેનો ખુલાસો કર્યા વિના સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. વળી, પરમબીર સિંહ તરફથી હાજર વકીલ મહેશ જેઠમલાણીએ દલીલ કરી કે ગઈ સુનાવણીના સમયે અરજી દાખલ કરવામાં આવી નહોતી. તેમણે કહ્યુ કે સુપ્રીમ કોર્ટમાં આને દાખલ કર્યા બાદ ઉચ્ચ ન્યાયાલયમાં આ પહેલી સુનાવણી હતી.

જેઠમલાણીએ આગળ કહ્યુ કે જો તેમની ધરપકડ સામે સરકાર સુરક્ષા નહિ વધારતી હોય તો તેમની વાત સાંભળવી જોઈએ. ત્યારબાદ બેંચે જવાબ આપ્યો કે, 'ચાલો પછી! આજે આખી રાત આ જ જણાવો.' મોડી રાત સુધી ચાલેલી સુનાવણીમાં જેઠમલાણીએ કહ્યુ કે પરમબીર સિંહ દ્વારા મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલ આરોપો બાદ સરકાર તેમના પર દબાણની ભાવના હેઠળ કાર્યવાહી કરી રહી છે.

તેમણે કહ્યુ કે મહારાષ્ટ્ર સરકાર રાજ્ય સરકારમાં થયેલ એક ગુનાને છૂપાવવા માટે તેમના પર કાર્યવાહી કરી રહી છે. જેઠમલાણીએ આગળ કહ્યુ કે પરમબીર સિંહને સીબીઆઈએ અનિલ દેશમુખ સામે ચાલી રહેલી તપાસમાં સાક્ષી બનાવવામાં આવ્યા છે અને મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈની તપાસ રોકવા માંગે છે. ત્યારબાદ અદાલતે રાજ્ય સરકારના વકીલ ખંભાતાને અમુક પ્રાસંગિક સવાલ પૂછ્યા અને જેવી અડધી રાત થઈ કોર્ટે ખંભાતાને રોકી દીધી. કોર્ટે બંને પક્ષોની દલીલોને સાંભળ્યા બાદ કહ્યુ કે સોમવારે કેસની આગામી સુનાવણી સુધી પરમબીર સિંહની ધરપકડ નહિ થાય.

શું હતો કેસ

તમને જણાવી દઈએ કે પરમબીર સિંહ પર એક પોલિસ કમિશ્નર સ્તરના અધિકારીએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા જેના આધારે મહારાષ્ટ્ર પોલિસે તેમની સામે એફઆઈઆર નોંધી હતી. આ એફઆઆઈઆર પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહ, ડીસીપી પરાગ મનેરે અને 26 અન્ય પોલિસકર્મીઓ સામે વિદર્ભના અકોલોમાં નોંધવામાં આવી હતી.

English summary
Parambir Singh arrest stayed by Bombay High Court in the midnight hearing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X