For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરીક્ષા પે ચર્ચા 2020: PM મોદીએ કહ્યુ તણાવમુક્ત રહો પરંતુ સમયને મહત્વ આપો

પીએમ નરેન્દ્ર મોદીએ સ્ટુડન્ટ્સ અને તેમના પેરેન્ટ્સનુ ટેન્શન દૂર કરવા માટે સોમવારે દિલ્લી તાલકટોરા સ્ટેડિયમમાં ‘પરીક્ષા પે ચર્ચા' કરી.

|
Google Oneindia Gujarati News

પીએમ નરેન્દ્ર મોદીએ સ્ટુડન્ટ્સ અને તેમના પેરેન્ટ્સનુ ટેન્શન દૂર કરવા માટે સોમવારે દિલ્લી તાલકટોરા સ્ટેડિયમમાં 'પરીક્ષા પે ચર્ચા' કરી, તેઓ આજે બધા છાત્રો સામે એક પીએમની જેમ નહિ પરંતુ એક દોસ્તની જેમ આવ્યા, તેમણે પોતાના સંબોધનની શરૂઆતમાં જ કહ્યુ કે તેમનો આ દોસ્ત ફરીથી એક વાર તેમની સામે છે, પીએમે કહ્યુ કે જો હું આ ચર્ચા ના કરતો તો પણ પીએમ પદ પર કોઈ અસર ના પડત કારણકે મે પોતે આ પ્રસ્તાવ કર્યો, મને લાગ્યુ કે તમારા માતાપિતાનો બોજ હળવો કરવો જોઈએ.

2020ના દશકનુ મહત્વ

2020ના દશકનુ મહત્વ

પીએમે છાત્રોને 2020ના દશકનુ મહત્વ જણાવ્યુ. તેમણે કહ્યુ કે આ દશક હિંદુસ્તાન માટે ખૂબ જ મહત્વનુ છે. આ દશકમાં દેશ જે પણ કરશે, તેમાં 10માં અને 12માંના વિદ્યાર્થીઓ સૌથી વધુ યોગદાન હશે. મોદીએ કહ્યુ કે આ દશક નવી ઉંચાઈઓ મેળવનાર બને, એ સૌથી વધુ આ પેઢી પર નિર્ભર કરે છે.

પીએમે છાત્રોને પૂછ્યુ - કેમ થાય છે મૂડ ઑફ?

પીએમે કહ્યુ કે શું ક્યારેય આપણે વિચાર્યુ છે કે મૂડ ઑફ કેમ થાય છે? પોતાના કારણે કે બહારના કોઈ કારણથી? મોટાભાગે તમે જોયુ હશે કે જ્યારે મૂડ ઑફ થાય છે, તો તેનુ કારણ મોટાભાગે બહારનુ જ હોય છે. પીએમે કહ્યુ કે આપણે નિષ્ફળતાઓમાં પણ સફળતાનુ શિક્ષણ મેળવી શકીએ છીએ. દરેક પ્રયાસમાં આપણે ઉત્સાહ ભરી શકીએ છીએ અને કોઈ વસ્તુમાં તમે નિષ્ફળ થઈ ગયા તો તેનો અર્થ એ છે કે હવે તમે સફળતા તરફ નીકળી પડ્યા છો. પીએમ મોદીએ કહ્યુ કે શું તમને 2001માં ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ યાદ છે? આપણ ક્રિકેટ ટીમેને નિષ્ફળતાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. મૂડ બહુ સારો નહોતો. પરંતુ એ ક્ષણોમાં શું આપણે ભૂલી શકીએ છે કે જે રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે કર્યુ. તેમણે મેચને પલટી દીધી.

માત્ર પરીક્ષાના ગુણો જ જિંદગી નથીઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યુ કે આપણે એ દિશામાં નીકળી પડ્યા છે જેમાં સફળતા-નિષ્ફળતાનુ મુખ્ય બિંદુ અમુક વિશેષ પરીક્ષાઓના ગુણ બની ગયા છે. તેના કારણે મન પણ એ જ વાત પર રહે છે કે બાકી બધુ પછી કરીશ, એક વાર માર્ક્સ લઈ આવુ, માત્ર પરીક્ષાના માર્ક્સ જિંદગી નથી. કોઈ એક પરીક્ષા આખી જિંદગી નથી. આ એક મહત્વપૂર્ણ પડાવ છે. પરંતુ આ જ બધુ છે એવુ ન માનવુ જોઈએ. હું માતાપિતાને પણ આગ્રહ કરુ છુ કે બાળકોને એવી વાતો ન કરો કે પરીક્ષા જ બધુ છે.

‘ટેકનોલોજી દોસ્ત પરંતુ તેમના ગુલામ ના બનો'

પીએમ મોદીએ કહ્યુ કે સ્માર્ટફોન અને ટેકનિક આપણો સમય ચોરી કરી રહ્યા છે પરંતુ આપણે ટેકનિકના હિસાબથી ઉપયોગમાં નથી લેવાવાનુ પરંતુ ટેકનિકને આપણા હિસાબથી ઉપયોગમાં લેવાની છે. ટેકનિકનો ઉપયોગ કરવો જરૂરી છે પરંતુ આપણે ટેકનિકના ગુલામ ન બનવુ જોઈએ, સ્માર્ટફોન તમારો જેટલો સમય ચોરી કરે છે તેમાંથી 10 ટકા ઓછો કરીને તમે પોતાના મા, બાપ, દાદા, દાદી સાથે વિતાવો. પીએમ મોદીએ કહ્યુ કે હું સ્પષ્ટ કરી દેવા ઈચ્છુ છુ કે હું કોઈ પણ મા-બાપ પર વધારાનુ દબાણ નથી કરવા ઈચ્છતો અને ના કોઈના બાળકોને બગાડવા ઈચ્છુ છુ. આપણને આપણા બાળકોની ક્ષમતાનો અંદાજ હોવો જોઈએ અને તે અનુસાર તેને પ્રોત્સાહિત કરવા જોઈએ.

‘મેક ઈન ઈન્ડિયા'થી દેશનુ ભલુ

શું આપણે નક્કી કરી શકીએ કે 2022માં જ્યારે આઝાદીના 75 વર્ષ પૂરા થશે તો હું અને મારો પરિવાર જે પણ ખરીદીશુ તે મેક ઈન ઈન્ડિયા જ ખરીદીશુ. મને કહો કે આ ફરજ હશે કે નહિ, આનાથી દેશનુ ભલુ થશે કે નહિ અને દેશની ઈકોનૉમીને તાકાત મળશે. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં કુલ 2000 સ્ટુડન્ટ્સ અને ટીચર્સે ભાગ લીધો. પરીક્ષા પે ચર્ચાનુ આ ત્રીજુ સંસ્કરણ હતુ, આ છા6ની પસંદગી ક નિબંધ સ્પર્ધા દ્વારા થઈ. આજે જ્યારે પીએમ મોદી સ્ટેડિયમ પહોંચ્યા તો છા6એ ઘણા પ્રકારની પેઈન્ટીંગ બતાવી. છા6એ પર્યાવરણ, શિક્ષણ અને પરી7ના તણાવ વિશે પેઈન્ટીંગ બતાવ્યા. છાત્રોએ દેશના મહાપુરુષોના સ્ટેચ્યુ પણ બતાવ્યા. આ દરમિયાન એક છાત્રએ પીએમ મોદી દ્વારા સમુદ્ર તટ પર કરવામાં આવેલી સફાઈની પેઈન્ટીંગ પણ બતાવી.

આ પણ વાંચોઃ નિતિન ગડકરીઃ સરકાર પાસે પૈસાની કમી નથી, કામ કરવાની માનસિકતામાં છે કમીઆ પણ વાંચોઃ નિતિન ગડકરીઃ સરકાર પાસે પૈસાની કમી નથી, કામ કરવાની માનસિકતામાં છે કમી

English summary
Pariksha Pe charcha 2020: PM Narendra Modi interact with students, teachers, and parents during his Pariksha..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X