Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pariksha Pe Charcha: આજે થશે પરીક્ષા પે ચર્ચા, પીએમ મોદી સવારે 11 વાગે છાત્રો સાથે કરશે વાત

દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં સવારે 11 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છાત્રો સાથે લાઈવ પરીક્ષા પે ચર્ચા કરશે અને તણાવ મુક્ત રહેવાના મંત્ર આપશે.

Pariksha Pe Charcha: પરીક્ષા પે ચર્ચા આજે એટલે કે 27 જાન્યુઆરી, 2023 સવારે 11 વાગે યોજવામાં આવશે. દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમ છઠ્ઠુ સંસ્કરણ છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોર્ડ પરીક્ષા 2023 પર છાત્રો સાથે વાતચીત કરશે અને તેમને તણાવ મુક્ત રહેવાનો મંત્ર આપશે. આ કાર્યક્રમમાં 2 હજાર છાત્રો હાજર રહેશે. બાકીના ઉમેદવારો લાઈવ ટેલીકાસ્ટ દ્વારા આ કાર્યક્રમમાં સામેલ થશે. કાર્યક્રમનુ સીધુ પ્રસારણ દૂરદર્શન પર કરવામાં આવશે.

PM Modi

તમને જણાવી દઈએ કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે લગભગ 38.8 લાખ રજિસ્ટ્રેશન થયા છે. જેમાં 16 લાખથી વધુ રાજ્ય બોર્ડોમાંથી છે અને 155 દેશોમાંથી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે. રજિસ્ટ્રેશનની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં બે ગણી વધુ છે. ગયા વર્ષના કાર્યક્રમ માટે લગભગ 15.3 લાખ રજિસ્ટ્રેશન થયા હતા. પરીક્ષા પે ચર્ચા 2023 માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 25 નવેમ્બર, 2022થી શરુ થઈને 30 ડિસેમ્બર 2022 સુધી ચાલી હતી.

ઉલ્લેખનીય છે કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનુ આયોજન દર વર્ષે બોર્ડ પરીક્ષાની પહેલા કરવામાં આવે છે. વર્ષ 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમની શરુઆત કરી હતી. જેમાં પીએમ મોદી દેશના બાળકો, શિક્ષકો અને માતા-પિતાને મળે છે. આ કાર્યક્રમનુ સીધુ પ્રસારણ ટ્વિટર, ફેસબુક અને શિક્ષણ મંત્રાલયના યુટ્યુબ અને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલયની અધિકૃત વેબસાઈટ education.gov.in પર લાઈવ બ્રૉડકાસ્ટની લિંક છે. પીપીસી 2023(PPP 2023) સ્પર્ધાના વિજેતાઓને પ્રધાનમંત્રી મોદી સાથે વાતચીત કરવાનો મોકો મળશે.

મીડિયાને માહિતી આપતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ હતુ કે, 'આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં લગભગ 20 લાખ પ્રશ્નો આવ્યા છે, જેને NCRT દ્વારા શૉર્ટલિસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ 20 લાખ પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ ફેમિલી પ્રેશર, સ્ટ્રેસ મેનેજમેન્ટ, અયોગ્ય માધ્યમથી બચવા, સ્વાસ્થ્ય અને કેવી રીતે ફિટ રહેવુ, કારકિર્દીની પસંદગી વગેરે જેવા વિષયો પર પ્રશ્નો પૂછ્યા છે.' ધર્મેન્દ્ર પ્રધાને છાત્રોને પરીક્ષાના તણાવને દૂર કરવા માટે પરીક્ષા પે ચર્ચાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યુ કે પીએમ મોદીની આ અનોખી અને લોકપ્રિય પહેલે છાત્રોના આત્મવિશ્વાસને વધાર્યો છે અને તેમને બોર્ડ પરીક્ષાના સમયે તણાવથી દૂર કરવા અને સ્વસ્થ રહેવામાં મદદ કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X