For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FDI મુદ્દે સંસદમાં હંગામો, સંસદ આવતીકાલ સુધી સ્થગિત

|
Google Oneindia Gujarati News

નવીદિલ્હી, 26 નવેમ્બર: સંસદમાં હંગામાનો દોર ઉભો રહેતો નથી. આજે સતત ત્રીજા દિવસે સંસદમાં એફડીઆઇ અને રાહતદરના રસોઇ ગેસના સિલેન્ડર્સની સંખ્યાને લઇને હંગામો મચી રહ્યો છે. જેના કરાણે લોકસભાની કાર્યવાહી પહેલા બપોરે 12 વાગ્યા સુધી અને પછી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. આ ઉપરાંત હંગામાને કારણે રાજ્યસભાને આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

શીયાળુ સત્રના શરૂઆતના બે દિવસ પણ એફડીઆઇ અને અન્ય બીજા મુદ્દાઓ પર હંગામાના કારણે સદનમાં કોઇ કાર્ય થઇ શક્યું નહોતું. સવારે કાર્યવાહી શરૂ થતા જ સદનમાં 26 નવેમ્બર 2008એ મુંબઇમાં થયેલા આંતકવાદી હુમલાના શહીદ સુરક્ષાકર્મીઓ અને માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાજંલિ અર્પવામાં આવી હતી. ત્યાર બાદ અધ્યક્ષ મીરા કુમારે જેવો પ્રશ્નકાળ શરૂ કર્યો કે એક સભ્યનું નામ પ્રશ્ન પૂછવા માટે ઉચ્ચારવામાં આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્યો પોતાની બેઠક પર ઉભા થઇ ગયા અને એફડીઆઇ પરત લોના સૂત્રો પોકારવા લાગ્યા હતા.

ડાબોડી પક્ષ, બીજૂ જનતા દળ, તેલુગુદેસમ પાર્ટી અને અન્ય બીજા દળોના સભ્યો પણ તેમના સમર્થનમાં પોતાની બેઠક પર ઉભા થઇ ગયા. આ વચ્ચે બે દિવસ સુધી એફડીઆઇ પરત કરવાની માંગ કરતા તૃણમૂળ કોંગ્રેસના સભ્ય સબસિડીવાળા રાંઘણગેસના સિલિન્ડર્સની સંખ્યા 24 કરવાની માંગના પોસ્ટર લઇને અધ્યક્ષના આસન સુધી પહોંચી ગયા છે.

બીજી તરફ યુપીએમાં સામેલ દ્રમુકના સભ્ય પણ એક સમાચારપત્રમાં પ્રકાશિત 2જી સ્પેક્ટ્રમ સંબંધિત સમાચારની કોપીઓ ફેંકતા આસન પાસે પહોંચી ગયા. અધ્યક્ષે સભ્યોને પોતાની બેઠક પર પરત જવા અને સદનની કાર્યવાહી ચાલવા દેવા માટે વારંવાર અનુરોધ કર્યો પરંતુ હંગામો ચાલુ રહેવા પર તેમણે સદનની કાર્યવાહી પહેલા 12 વાગ્યા સુધી અને પછી દિવસભર સ્થગિત કરી દેવામાં આવી હતી.

આ સતત ત્રીજો દિવસ છે જ્યારે આ મુદ્દા પર સંસદની કાર્યવાહી ઠપ છે. ભાજપ, તૃણમૂલ અને લેફ્ટ જ્યાં એફડીઆઇના મુદ્દાઓ પર સરકારને ઘેરવા લાગી છે, સરકારે અવરોધ ખત્મ કરવા માટે સર્વદળીય બેઠક પણ બોલાવી છે.

English summary
Parliament today witnessed uproar over FDI issue with Opposition members shouting slogans during Question Hour leading to adjournment of both Houses till tomorrow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X