For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ સત્રનો બીજો તબક્કો આજથી થશે શરુ, વિપક્ષ લાવી શકે છે સ્થગન પ્રસ્તાવ, આ બિલ થઈ શકે છે પાસ

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી એટલે કે સોમવાર(8 માર્ચ)થી શરુ થવાનો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી એટલે કે સોમવાર(8 માર્ચ)થી શરુ થવાનો છે. સંસદનુ બીજુ બજેટ સત્ર આખો એક મહિનો ચાલવાનુ છે. આ સત્રનુ સમાપન આઠ એપ્રિલ 2021ના રોજ થશે.બીજા બજેટ સત્રમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારુનુ પુરુ ફોકસ નાણા બિલ અને નાણાકીય વર્ષ 2021-22 માટે અનુદાનની અનેક અનુપૂરક માંગોને પાસ કરાવવા પર રહેશે. આ ઉપરાંત આ બજેટ સત્રમાં સરકાર ઘણા બિલો પાસ કરાવવાની તૈયારીમાં છે. આ તરફ કોંગ્રેસ આ બજેટ સત્રમાં સ્થગન પ્રસ્તાવ લાવી શકે છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો માટે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી નેતા સતત સરકાર પર નિશાન સાધી રહ્યા છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર પર દબાણ બનાવવા માટે કોંગ્રેસ સ્થગન પ્રસ્તાવ લાવવા પર વિચાર કરી શકે છે.

parliament

આ બિલને પાસ કરાવવાની સરકારની હશે કોશિશ

સંસદના બીજા બજેટ સત્રમાં આ બિલોને પાસ કરાવવા માટે સરકારને સૂચિબદ્ધ કર્યા છે. પેન્શન નિધિ નિયામક, વિકાસ પ્રાધિકરણ(સુધારા) બિલ, વિકાસ બેંક બિલ, અધિકૃત ડિજિટલ મુદ્રા નિયમન બિલ, રાષ્ટ્રીય નાણાકીય માળખા અને શક્તિ(સુધારા) બિલ અને ક્રિષ્ટો કરન્સી શામેલ છે.

સરકારને ઘેરવાની તૈયારીમાં વિપક્ષ

સંસદના બીજા બજેટ સત્રમાં સરકાર વિપક્ષને ઘેરવાની તૈયારીમાં છે. બજેટ સત્રના બીજા તબક્કા પહેલા કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે(7 માર્ચ) પાર્ટી નેતાઓની મહત્વની બેઠક કરી છે. આ વર્ચ્યુઅલ બેઠક દરમિયાન સોનિયા ગાંધીએ બજેટ સત્રના બીજા તબક્કામાં ઉઠાવનાર મુદ્દાઓ પર વાત કરી છે. આ બેઠકમાં જી-23ના આનંદ શર્મા અને મનીષ તિવારી રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે પણ શામેલ હતા. બેઠકમાં અધીર રંજન ચૌધરી, એકે એંટની, જયરામ રમેશ અને પૂર્વ પીએમ મનમોહન સિંહ પણ શામેલ હતા. કોંગ્રેસ સરકારને ખેડૂત આંદોલન, પેટ્રોલ અને ડીઝલ સહિત રસોઈ ગેસના વધતા ભાવો માટે ઘેરવાની કોશિશ કરશે.

ફરીથી હાવી થઈ રહ્યો છે કોરોના, 24 કલાકમાં 18327 નવા દર્દીફરીથી હાવી થઈ રહ્યો છે કોરોના, 24 કલાકમાં 18327 નવા દર્દી

English summary
Parliament Budget Session second part starts from today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X