તેલંગાણા બિલ મુદ્દે બબાલ જારી, રેડ્ડી આપી શકે છે રાજીનામું

Posted By:
Subscribe to Oneindia News

હૈદરાબાદ, 18 ફેબ્રુઆરી: સંસદમાં આજે અલગ તેલંગાણા રાજ્યના ગઠન પર ચર્ચા કરવામાં આવશે. બિલ પર સંસદમં બપોરે 2.30 વાગે મૂકાવાનું હતું, પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગૃહમાં આ મુદ્દે ભારે હોબાળો ચાલી રહ્યો છે.

ભાજપાએ આજે સંસદનું પ્રથમ સત્ર રદ્દ કરી દીધું અને જણાવ્યું કે અમે આની પર પાર્ટી માટે ઘણા વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી રહ્યા છીએ. ભાજપા આ બિલમાં 33 ફેરફાર કરાવા માગે છે. અત્રે નોંધનીય છે કે તેલંગાણા બિલ પર જ થોડા દિવસ પહેલા સીમાન્ધ્રના એક સાંસદે સંસદમાં હોબાળો મચાવ્યો હતો, અને પેપર સ્પ્રેનો છાટ્યો હતો. સીમાન્ધ્ર સાંસદોએ બિલનો વિરોધ કરતા જણાવ્યું કે જો તેલંગાણા બિલ સંસદમાં પાસ થયું તો અમે પાર્ટીમાંથી રાજીનામું આપી દઇશું.

જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીએ આ બિલના વિરોધમાં પોતાનું રાજીનામું આપવાની સાથે પાર્ટીમાંથી નિકળી જવાની ચિમકી આપી દીધી છે. તેઓ આજે સંભવત: ત્રણ વાગ્યે રાજ્યપાલ ઇએસએલ નરસિમ્હાને પોતાનું રાજીનામું સુપરત કરી શકે છે. આ મુદ્દા પર તેમની સાથે ત્રણ અથવા ચાર સમર્થકો અને ઘણા વિધાયકો પણ છે, જે તેમની સાથે મળીને નવી પાર્ટીનું ગઠન કરી શકે છે. સોમવારે રાત્રે તેમણે બે વિશેષ સચિવોને ફરજમુક્ત કરી દીધા અને આજે પ્રધાન સચિવ અને અન્ય વિશેષ સચિવોના પણ ટ્રાન્સફર કરાવ્યા.

telangana
રેડ્ડી ખૂબ જ સમયથી જ તેલંગાણાના ગઠનનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે ભાજપા નેતા અરૂણ જેટલીએ પોતાની પાર્ટીનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે નવા તેલંગાણા રાજ્યનું ગઠન થાય પરંતુ સીમાન્ધ્રના લોકોની સાથે કોઇ પણ અન્યાય ના થવો જોઇએ, માટે અમે બિલમાં કેટલાંક સંશોધન કરવા ઇચ્છિએ છીએ.

આ મામલે વાઇએસઆર કોંગ્રેસ નેતા જગનમોહન રેડ્ડીનું કહેવું છે કે સોનિયા ગાંધી રાજનૈતિક લાભ માટે તેલંગાણાનું ગઠન કરવા માગે છે તેને વિશ્વાસ છે કે તેલંગાણામાં ટીઆરએસ પાસેથી સમર્થન લઇને તેઓ કોંગ્રેસના માટે તમામ બેઠકો ભેગી કરી શકે છે. જગન મોહને આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનાવવા માટે લાખો લોકોની ભાવનાઓ સાથે ખીલવાડ કરવામાં આવી રહ્યો છે.

English summary
Parliament disturb on Telangana bill, CM Kiran Kumar Reddy may be resign.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.