Parliament : સંસદનું સત્ર શરૂ થતા જ હંગામો, રાહુલ ગાંધીએ બોલવા ન દેવાનો આરોપ લગાવ્યો
Parliament : સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ ગયું છે અને પહેલા જ દિવસે સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર ઘર્ષણ જોવા મળ્યું છે.
બપોરના 2 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત થયા બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે.

રાહુલ ગાંધીનું કહેવું છે કે વિપક્ષના અવાજને દબાવવામાં આવી રહ્યો છે, જ્યારે સરકારના મંત્રીઓને બોલવાની પરવાનગી મળી રહી છે. તેમણે જણાવ્યું કે, સવાલ એ છે કે રક્ષા મંત્રીને ગૃહમાં બોલવદેવામાં આવે છે, પરંતુ વિપક્ષના સાંસદોને જેમાં હું પણ સામેલ છું અને હું વિપક્ષનો નેતા છું તો પણ બોલવાની પરવાનગી નથી અપાતી.
આ એક નવી વિચારસરણી છે. પરંપરા કહે છે કે જો શાસક પક્ષના લોકો બોલી શકે તો વિપક્ષને પણ પોતાની વાત રજૂ કરવાનો અવસર મળવો જોઈએ.
આ બધા વચ્ચે ભાજપના સાંસદ જગદંબિકા પાલે વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જ્યારે સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, ત્યારે વિપક્ષને સંસદમાં હંગામો કરવાની શું જરૂર છે?
તેમણે રાહુલ ગાંધી પર વ્યક્તિગત નિશાન સાધતા કહ્યું, રાહુલ ગાંધી પોતે તે સમયે ગૃહમાં હાજર નથી હોતા જ્યારે તેમના જ પ્રશ્નો પર ચર્ચા થઈ રહી હોય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા મીડિયાને સંબોધિતકર્યા હતા. સંસદ ભવન પરિસરમાં મીડિયાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, "આખી દુનિયાએ ભારતની સૈન્ય શક્તિની તાકાત જોઈ છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ જે લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું, તેને 100% હાંસલ કરવામાં આવ્યું. આ ઓપરેશન અંતર્ગત આતંકના સરગનાઓના ઘરોને માત્ર 22 મિનિટમાં જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
