Parliament round up day 3 : સંસદમાં ત્રીજા દિવસ શું થયું? જાણો વિસ્તારથી...

સંસદના 25 દિવસના શિયાળુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. 12 વિપક્ષી સાંસદોએ સસ્પેન્શન પાછું ખેંચવાની તેમની માગને ફગાવી દીધા બાદ વિપક્ષે મંગળવારના રોજ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું.

Parliament round up day 3 : સંસદના 25 દિવસના શિયાળુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. 12 વિપક્ષી સાંસદોએ સસ્પેન્શન પાછું ખેંચવાની તેમની માગને ફગાવી દીધા બાદ વિપક્ષે મંગળવારના રોજ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. આજે પણ આ મામલે સંસદમાં દેખાવો ચાલુ રહ્યા હતા. સંસદ સત્રના ત્રીજા દિવસે વિપક્ષી સાંસદો દ્વારા ઘણા મુદ્દાઓ પર ચર્ચા માટે પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

Parliament

આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) બીલ 2020, બિઝનેસ એડવાઇઝરી કમિટીના 25મા રિપોર્ટમાંથી સંમતિનો પ્રસ્તાવ, આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આવા સમયે આજે રાજ્યસભામાં ડેમ સેફ્ટી બીલ 2019 રજૂ કરવામાં આવ્યું હતું.

સંસદમાં આજની કાર્યવાહીની હાઇલાઇટ્સ વાંચો -

વિપક્ષે કર્યું ગાંધી પ્રતિમા પાસે પ્રદર્શન

ત્રીજા દિવસની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ વિપક્ષે સાંસદોના સસ્પેન્શનનો વિરોધ શરૂ કરી દીધો હતો. વિપક્ષના નેતાઓએ સંસદમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે રાજ્યસભાના 12 વિપક્ષી સભ્યોના સસ્પેન્શનને રદ્દ કરવાની માગ કરી રહ્યા છીએ. અમે એક બેઠક યોજીને ભવિષ્યની કાર્યવાહી નક્કી કરીશું. આ સાથે સપા સાંસદ જયા બચ્ચને ધરણા પર બેઠેલા સાંસદોને ચોકલેટ અને બિસ્કિટનું વિતરણ કર્યું હતું.

'કૃષિ મંત્રાલય પાસે ખેડૂતોના મૃત્યુનો કોઈ રેકોર્ડ નથી'

આ સાથે જ કૃષિ કાયદા પરત ખેંચવાના આંદોલનમાં ખેડૂતોના વળતર અને મૃત્યુ અંગે સરકારનો જવાબ આજે સંસદમાં લેખિતમાં રજૂ કરવામાં આવ્યો હતો. વિપક્ષે સરકારને પૂછ્યું હતું કે, શું સરકાર પાસે એવો કોઈ ડેટા છે, જેમાં પીડિત પરિવારોનો ઉલ્લેખ હોય અથવા તેમને મદદ કરવાની કોઈ દરખાસ્ત હોય. આ અંગે કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે, કૃષિ મંત્રાલય પાસે મૃત્યુનો કોઈ રેકોર્ડ નથી. તેથી વળતરનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

ઓક્ટોબર 2020થી ઓક્ટોબર 2021 દરમિયાન 32 જવાન શહીદ થયા

રાજ્યસભામાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે માહિતી આપી હતી કે, ઓક્ટોબર 2020 થી ઓક્ટોબર 2021 દરમિયાન, વિવિધ કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળોના 32 જવાનો અને 19 જમ્મુ અને કાશ્મીર પોલીસકર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ડિસેમ્બર 2020 થી 26 નવેમ્બર 2021 સુધીમાં 14 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 165 આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમણે એમ પણ કહ્યું કે, 1602.66 કરોડના મંજૂર ખર્ચમાંથી આસામમાં NRC અપડેટ કરવાની યોજના માટે આસામ સરકારને 1602.52 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

લોકસભામાં આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) બીલ 2020 પર ચર્ચા

આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) બીલ, 2020 પર લોકસભામાં ચર્ચા થઈ રહી છે. બીજી તરફ રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો હતો. કાર્યવાહીમાં વિક્ષેપને કારણે રાજ્યસભા 2 ડિસેમ્બરના રોજ સવારે 11 કલાક સુધી સ્થગિત કરવામાં આવી હતી.

સરોગસી બીલ અને ART બીલ રાજ્યસભામાં એકસાથે લાવવામાં આવશે

લોકસભામાં આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) બીલ પર ચર્ચા દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સરોગસી બીલ લોકસભા દ્વારા પસાર થયા બાદ રાજ્યસભામાં ગયું હતું, તેવી જ રીતે ART બીલને સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યું હતું. સિલેક્ટ કમિટી અને સ્ટેન્ડિંગ કમિટીએ બીલ પર કવાયત હાથ ધરી હતી. સરોગસી બીલ અને ART બીલ બંનેને રાજ્યસભામાં એકસાથે લાવવા પડશે.

આતંકવાદમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 1 લાખ રૂપિયાની એક્સ ગ્રેશિયા

રાજ્યસભામાં ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર સરકારની વર્તમાન યોજના હેઠળ આતંકવાદ સંબંધિત હિંસામાં માર્યા ગયેલા નાગરિકોના નજીકના સંબંધીઓને 1 લાખ રૂપિયાની એક્સ ગ્રેશિયા રકમ ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત 5 લાખ રૂપિયા એક અલગ કેન્દ્રીય યોજના હેઠળ આપવામાં આવે છે.

લોકસભામાં યુનિફોર્મ સિવિલ કોડની માગ ઉઠી

લોકસભામાં ભાજપના સાંસદે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે કાયદો લાવવાની માગ કરી હતી. ઝીરો અવર દરમિયાન આ મુદ્દો ઉઠાવતા નિશિકાંત દુબેએ જણાવ્યું કે, 1947માં ધર્મના આધારે દેશના વિભાજન બાદ પણ ભારત ધર્મનિરપેક્ષ દેશ રહ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટની એક વ્યવસ્થાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અમે આઝાદીના 75 વર્ષ પછી પણ દેશમાં સમાન નાગરિક સંહિતા(યુનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરી શક્યા નથી અને કોર્ટે આમાં હસ્તક્ષેપ કરવો પડ્યો છે. તેમણે કહ્યું કે, દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે સંસદમાં કાયદો બનાવવો જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X