Parliament Special Session: આ એજન્ડાઓ માટે બોલાવાયુ હોઈ શકે છે સંસદનું સ્પેશિયલ સત્ર, જાણો તમામ મહત્વના મુદ્દા

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વિપક્ષને વિશ્વાસમાં લીધા વગર તાનાશાહી રવૈયો અપનાવીને સંસદના વિશેષ સત્ર બોલાવ્યુ છે. મોદી સરકાર સત્રનો એજન્ડા નથી જણાવી રહી ત્યારે હવે કેટલાક એવા મુદ્દા છે જેની ચર્ચા આ સત્રમાં થઈ શકે છે.

મોદી સરકારે સંસદના વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી છે ત્યારથી કહેવામાં આવી રહ્યું છે કે આ વિશેષ સત્ર કેન્દ્ર સરકાર દેશને ભારત નામ આપવાબિલ રજૂ કરી શકે છે.

Parliament

સરકારે આ અંગે કંઈ કહ્યું નથી પરંતુ વિપક્ષે હંગામો મચાવી દીધો છે. સરકાર દ્વારા આ સત્ર શા માટે બોલાવવામાં આવ્યું છે તેનું ચિત્ર સ્પષ્ટ નથી પરંતુ આ દરમિયાન મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, પાંચ દિવસ સુધી ચાલનારા આ વિશેષ સત્રમાં સરકાર દરરોજ કોઈ ચોક્કસ મુદ્દા પર ચર્ચા કરી શકે છે.

શુક્રવાર - વન નેશન, વન ઈલેક્શન
શનિવાર - યુનિફોર્મ સિવિલ કોડ બિલ
રવિવાર - મહિલા અનામત બિલ
સોમવાર - રોહિણી કમિશનનો અહેવાલ
મંગળવાર - ભારતનું નામ બદલવા મુદ્દે

જણાવી દઈએ કે, સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. 17મીં લોકસભાનું આ 13મું સત્ર હશે. આ માટે લોકસભા અને રાજ્યસભાએ નોટિફિકેશન બહાર પાડ્યુ છે. સત્ર સવારે 11 થી 1 વાગ્યા સુધી અને પછી બપોરે 2 થી 6 વાગ્યા સુધી ચાલશે.

આ પહેલા સત્ર બોલાવતા પહેલા કોઈની સલાહ લેવામાં આવી નથી. બંધારણના અનુચ્છેદ 85 મુજબ રાષ્ટ્રપતિ જરૂરિયાત મુજબ સંસદનું સત્ર બોલાવી શકે છે. જો કે દેશની વિપક્ષી પાર્ટીઓને વિશ્વાસમાં લેવાઈ નથી તે લોકશાહી માટે સારા સંકેત નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X