For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Parliament's Winter Session Live: પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સહિત કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક કરી

વીજળી સંશોધન બિલ 2021, બેંકિંગ કાનૂન સંશોધન બિલ 2021, પેંશન સુધાર સંબંધી પીએફઆરડીએ સંશોધન બિલ, નાદારી અને દેવાળિયા બીજું સંશોધન બિલ 2021, ઉર્ઝા સંરક્ષણ સંશોધન બિલ 2021, મધ્યસ્થતા બિલ 2021, ચાર્ટર્ડ એકાઉન્ટેંટ સામેલ છે.

|
Google Oneindia Gujarati News

સોમવારથી શરૂ થઈ રહેલ સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકાર 30 જેટલા બિલ રજૂ કરવા જઈ રહી છે જેમાં વીજળી, પેંશન, નાણાકીય સુધાર સંબંધિત અડધા ડઝનથી વધુ બિલ સામેલ છે. લોકસભા સચિવાલયના બુલેટિન મુજબ આર્થિક અને અન્ય સુધાર સંબંધી બિલોમાં વીજળી સંશોધન બિલ 2021, બેંકિંગ કાનૂન સંશોધન બિલ 2021, પેંશન સુધાર સંબંધી પીએફઆરડીએ સંશોધન બિલ, નાદારી અને દેવાળિયા બીજું સંશોધન બિલ 2021, ઉર્ઝા સંરક્ષણ સંશોધન બિલ 2021, મધ્યસ્થતા બિલ 2021, ચાર્ટર્ડ એકાઉન્ટેંટ, કાસ્ટ એન્ડ વર્ક્સ એકાઉંટેંટ, કંપની સેક્રેટરીઝ સંશોધન બિલ 2021 વગેરે સામેલ છે. સંસદમાં થનાર તમામ દલિલો અને બિલ સંબંધી માહિતી લાઈવ મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.

Parliaments Winter Session Live in Gujarati

Newest First Oldest First
11:11 AM, 10 Dec

પીએમ નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સહિત વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક કરી અને સંસદનું ચાલી રહેલ શિયાળુ સત્રની રણનીતિ પર ચર્ચા કરી.
11:11 AM, 10 Dec

કોંગ્રેસ સાંસદ મનિકમ ટૈગોરે ભારતીય ક્ષેત્રમાં ચીની સેનાની ઘૂસણખોરી પર ચર્ચા માટે લોકશભામાં સ્થગન પ્રસ્તાવ નોટિસ આપી.
11:11 AM, 10 Dec

કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં મોંઘવારીના મુદ્દા પર સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી.
11:11 AM, 10 Dec

રાજ્યસભા સાસંદ મનોજ કુમાર ઝાએ આખા ભારતમાં માનવાધિકારોના ઉલ્લંઘન પર ચર્ચા કરવા માટે સદનમાં સસ્પેન્શનની નોટિસ આપી.
11:10 AM, 10 Dec

સંસદમાં આજે વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની ઉમ્મીદ
2:39 PM, 6 Dec

લોકસભામાં નાગાલેન્ડના એનડીપીપી સાંસદ ટી. યેપ્થોમીએ પોતાના રાજ્યમાં હાલમાં જ ફાયરિંગની ઘટના પર કહ્યું કે તપાસ શરૂ કરી દેવી જોઈએ. રાજ્ય સરકારે પ્રત્યેક પીડિત પરિવારને 5-5 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે. કેન્દ્રએ પણ પ્રભાવિત પરિવારોને પર્યાપ્ત વળતર આપવું જોઈએ.
9:42 AM, 6 Dec

નાગાલેન્ડમાં ફાયરિંગની ઘટના પર ચર્ચાની માંગને લઈ કોંગ્રેસ સાંસદ મણિકમ ટૈગોરે લોકસભામાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી.
9:42 AM, 6 Dec

નાગાલેન્ડમાં થયેલ ગોળીબારની ઘટના પર ચર્ચાની માંગને લઈ કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં નોટિસ આપી, નાગાલેન્ડમાં થયેલ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત.
8:46 AM, 6 Dec

TMC પણ પોતાનું પ્રતિનિધિમંડળ નાગાલેન્ડ મોકલી રહી છે માટે આજે તેઓ આ મુદ્દે સરકારને ઘેરી શકે છે.
8:46 AM, 6 Dec

નાગાલેન્ડમાં સુરક્ષાબળોની ગોળીબારમાં 14 લોકો મૃત્યુ પામ્યાનો મુદ્દો આજે સંસદમાં ઉઠી શકે છે, જેના પર આજે હંગામો થઈ શકે છે.
8:45 AM, 3 Dec

લોકસભામાં કોરોના પર થયેલી દલીલો પર આજે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા જવાબ આપશે.
8:45 AM, 3 Dec

લોકસભામાં કોરોનાના મામલા પર ચર્ચા થઈ. આ ચર્ચા નિયમ 193 અંતર્ગત થઈ. શિવસેના સાંસદ વિનાયક રાઉતે લોકસભામાં કોરોના પર ચર્ચાની શરૂઆત કરી.
3:59 PM, 2 Dec

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, રોગચાળાના સમયમાં જ્યારે લોકો તેમના ઘરે પાછા આવી રહ્યા છે, ત્યારે તેઓ ત્યાં કામની શોધ કરશે. તેમને કોઈ કામ મળતું નથી, તો બીજી તરફ બજેટ પણ નીચું ગયું.
3:59 PM, 2 Dec

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંસદના શિયાળુ સત્રના બાકીના સમય માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાના વિરોધમાં રાજ્યસભાના 12 સસ્પેન્ડેડ સાંસદોને મળ્યા હતા.
3:13 PM, 2 Dec

11માંથી 5 પાવર સ્ટેશનને ચલાવવાની પરવાનગી આપવામાં આવી નથી. આવશ્યક સેવાઓ સિવાય અન્ય કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનોની નોંધણી રદ કરવામાં આવી છે: વાયુ પ્રદૂષણ અંગે SCના આદેશ પર કેન્દ્રીય પ્રધાન અશ્વિની કુમાર ચૌબે
2:22 PM, 2 Dec

અમે અમારું આંદોલન ચાલુ રાખીશું, પરંતુ ગૃહમાં સામાન્ય લોકોના મુદ્દા પણ ઉઠાવીશું: કોંગ્રેસના રાજ્યસભા સાંસદ કેસી વેણુગોપાલ
2:22 PM, 2 Dec

સંસદ સત્ર: રાજ્યસભાના સાંસદોના સસ્પેન્શન સામે તૃણમૂલનુ વોકઆઉટ
2:22 PM, 2 Dec

રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ પહેલા તૃણમૂલ કોંગ્રેસે સાંસદોના સસ્પેન્શન સહિત અનેક મુદ્દાઓ પર ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
12:40 PM, 2 Dec

પ્રદર્શન દરમિયાન ખેડૂતોના મોત, વધતી મોંઘવારીના મુદ્દા વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં નારેબાજી કરી.
12:40 PM, 2 Dec

જેટલા ખેડૂતોએ પોતાના જીવની કુરબાની આપી છે તેનો રેકૉર્ડ સાર્વજનિક છે. સંયુક્ત કિસાન મોરચાએ તેને પ્રકાશિત કર્યો છે. દરેક રાજ્યમાં ગામ સ્તરે આ માહિતી હાજર છે. સરકાર દ્વારા કિસાન આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર લોકોનો રેકૉર્ડ ન હોવાના જવાબ પર કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડા
11:33 AM, 2 Dec

સભાપતિ વેંકૈયા નાયડુએ બધા પક્ષોના સાંસદને પોતાની સીટ પર બેસવાનો અનુરોધ કર્યો પરંતુ તેમછતાં હોબાળો ચાલુ રહ્યો.
11:32 AM, 2 Dec

રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત, સંસદની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષે કર્યો હોબાળો.
11:31 AM, 2 Dec

શિયાળુ સત્રના ચોથા દિવસે પણ વિપક્ષી સાંસદોના ધરણા પ્રદર્શન, 12 સાંસદોનુ સસ્પેન્શન રદ કરવાની માંગ.
11:31 AM, 2 Dec

વિપક્ષથી નક્વી બોલ્યા - તમારે સંસદની ચર્ચા અને નિર્ણયોમાં ભાગીદારી કરવી જોઈએ. આ લોકતાંત્રિક મર્યાદા છે.
11:30 AM, 2 Dec

વિપક્ષ દ્વારા સંસદમાં પ્રદર્શન પર કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યુ કે ગાંધીની પ્રતિમાની નીચે જો તે ધરણા આપી રહ્યા હોય તો થોડી સદબુદ્ધિ આવી શકે છે.
10:36 AM, 2 Dec

સંસદનુ શિયાળુ સત્ર, રાજ્યસભા સાંસદ મનોજ કુમાર ઝાએ જાતિ આધારિત મત ગણતરી પર આપી શૂન્યકાળ નોટિસ
10:35 AM, 2 Dec

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે લોકસભામાં રાષ્ટ્રીય ઔષધિ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા(સુધારા)બિલ, 2021 રજૂ કરશે.
10:35 AM, 2 Dec

લોકસભામાં આજે કોવિડ-19 મહામારી પર ચર્ચા થવાની છે. નિયમ 193 હેઠળ ચર્ચા થશે.
7:58 AM, 2 Dec

આજે લોકસભામાં કોરોના વાયરસ પર થશે ચર્ચા, વિપક્ષના સવાલોના જવાબ આપશે સરકાર
12:46 PM, 1 Dec

લોકસભા સાંસદોએ એમએસપી પર બિલની માંગને લઈને કરી નારેબાજી.
READ MORE

English summary
Parliament's Winter Session Live News, Latest Bill, debate and more with Oneindia Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X