For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Parliament Winter Session : આજે એસ જયશંકર રાજ્યસભામાં એન્ટી મેરીટાઇમ પાઈરેસી બીલ રજૂ કરશે

Anti-Maritime Piracy Bill) પર ચર્ચા દરમિયાન લોકસભામાં બોલતા એસ જયશંકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સત્તાવાર સુધારામાં આજીવન સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ અગાઉ મૃત્યુની જોગવાઈ હતી.

|
Google Oneindia Gujarati News

Parliament Winter Session : વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા બુધવારના રોજ રાજ્યસભામાં એન્ટી મેરીટાઇમ પાઈરેસી બીલ, 2019 (Anti-Maritime Piracy Bill) રજૂ કરવામાં આવશે. આ અગાઉ સોમવારના રોજ લોકસભાએ ખરડો પસાર કર્યો હતો, જે માત્ર ટેરિટિયલ વોટર અને વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ)માં જ નહીં, પરંતુ ઊંડા સમુદ્રો પર પણ ચાંચિયાગીરી સામે લડવા માટે અસરકારક કાનૂની સાધન પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે.

S Jaishankar

આ બીલ (Anti-Maritime Piracy Bill) દ્વારા ચાંચિયાગીરીને ખાનગી જહાજ અથવા વિમાનના ક્રૂ અથવા મુસાફરો દ્વારા ખાનગી હેતુઓ માટે વહાણ, વિમાન, વ્યક્તિ અથવા મિલકત સામે હિંસા, અટકાયત અથવા વિનાશના કોઈપણ ગેરકાયદેસર કૃત્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

આ બીલ (Anti-Maritime Piracy Bill) પર ચર્ચા દરમિયાન લોકસભામાં બોલતા એસ જયશંકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સત્તાવાર સુધારામાં આજીવન સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ અગાઉ મૃત્યુની જોગવાઈ હતી. હવે મૃત્યુદંડની સજામાં સરકારના સુધારા મુજબ મૃત્યુની જોગવાઈમાં સુધારો આજીવન કેદ સાથે કરવામાં આવ્યો છે. જો આવી વ્યક્તિ ચાંચિયાગીરીનું કૃત્ય કરે છે અને મૃત્યુનું કારણ બને છે અથવા તેનો પ્રયાસ કરે છે.

વિદેશ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ફરજિયાત મૃત્યુદંડની સજા હશે, તે ચિંતા સરકારના સુધારાને ધ્યાનમાં રાખીને હવે સંબંધિત નથી, જે વાસ્તવમાં સંજોગોની પ્રકૃતિને આધારે મૃત્યુ અથવા આજીવન કેદની જોગવાઈ કરે છે. લોકસભા દ્વારા 7 ડિસેમ્બરના રોજ બીલ (Anti- Maritime Piracy Bill) ને વિચારણા માટે હાથ ધરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, આ બીલ (Anti-Maritime Piracy Bill) ભારતીય સત્તાવાળાઓને વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની બહાર ઊંડા સમુદ્રો પરચાંચિયાગીરીનો સામનો કરવા માટે સશક્તિકરણ કરશે, જે દેશના દરિયાકાંઠાથી 200 નોટિકલ માઇલ દૂર છે. જયશંકરે આ અગાઉ લોકસભામાં જણાવ્યું હતું કે, સ્થાયી સમિતિની મોટાભાગની ભલામણો બીલમાં શામેલ કરવામાં આવી છે.

એસ જયશંકરે જણાવ્યું હતું કે, ભારતમાં આઈપીસી અથવા સીઆરપીસીમાં ચાંચિયાગીરી પર કોઈ ચોક્કસ કાયદો અથવા કાનૂની જોગવાઈ નથી. ભારતની સુરક્ષા અને આર્થિક સુખાકારી સમુદ્ર સાથે અતૂટ રીતે જોડાયેલી છે અને દેશનો 90 ટકાથી વધુ વેપાર દરિયાઈ માર્ગોથી થાય છે અને 80 ટકાથી વધુ હાઈડ્રોકાર્બન જરૂરિયાતો સાથે દરિયાઈ સુરક્ષા એ પૂર્વશરત છે.

English summary
Parliament Winter Session : Today S Jaishankar will present the Anti-Maritime Piracy Bill in the Rajya Sabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X