Indigoની ફ્લાઇટમાં યાત્રીનુ મોત, મેડિકલ ઇમરજન્સી માટે પાકિસ્તાનમાં કરાયુ હતુ લેન્ડિંગ
ઈન્ડિગો ફ્લાઈટમાં અચાનક મેડિકલ ઈમરજન્સીના કારણે તેને પાકિસ્તાનના કરાચી તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટમાં એક મુસાફરના મોતની માહિતી મળી રહી છે.

મેડિકલ ઈમરજન્સીના કારણે દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. એરલાઇનના એક અધિકારીએ ANIને જણાવ્યું કે, મેડિકલ ઈમરજન્સીના કારણે દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટને પાકિસ્તાનના કરાચી તરફ વાળવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-1736ને અચાનક મેડિકલ ઈમરજન્સી બાદ પાકિસ્તાનના કરાચી તરફ વાળવામાં આવી હતી. આ અંગે એરલાઇનના એક અધિકારીએ જણાવ્યું કે, એરપોર્ટ પર પહોંચતા જ એરપોર્ટ મેડિકલ ટીમ દ્વારા પેસેન્જરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
Doha bound IndiGo flight diverted to Pakistan's Karachi due to a medical emergency onboard, says an airline official to ANI. pic.twitter.com/KuVJoIJmwm
— ANI (@ANI) March 13, 2023
હકીકતમાં ઈન્ડિગો એરલાઈનની દિલ્હી-દોહા ફ્લાઈટ નંબર 6E-1736ને મેડિકલ ઈમરજન્સી બાદ પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. કરાચીમાં સિવિલ એવિએશન ઓથોરિટીના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે ભારતીય એરલાઇનની ફ્લાઈટ દિલ્હીથી દુબઈ જઈ રહી હતી ત્યારે ફ્લાઇટની વચ્ચે એક મુસાફર બીમાર પડ્યો હતો. ઈન્ડિગો ફ્લાઈટના પાઈલટે મેડિકલ ઈમરજન્સીના કારણે ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી, જેને કરાચી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલરે મંજૂરી આપી હતી.
એરલાઈને કહ્યું કે તે સંબંધિત અધિકારીઓ સાથે મળીને વિમાનના અન્ય મુસાફરોના ટ્રાન્સફરની વ્યવસ્થા કરવા માટે કામ કરી રહી છે. મૃતકની ઓળખ નાઈજીરિયાના રહેવાસી 60 વર્ષીય અબ્દુલ્લા તરીકે થઈ છે. પાકિસ્તાન સ્થિત એઆરવાય ન્યૂઝના અહેવાલ મુજબ, પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, ઈસ્લામાબાદ (NIH) ના ડોકટરોએ મુસાફરોના મૃત્યુ પ્રમાણપત્ર જારી કર્યુ હતુ.
ઈન્ડિગોએ કહ્યું, 'અમે આ સમાચારથી ખૂબ જ દુઃખી છીએ અને અમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ તેમના પરિવાર અને પ્રિયજનો સાથે છે. અમે હાલમાં સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરીને ફ્લાઇટના અન્ય મુસાફરોને શિફ્ટ કરવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
