For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભામાં હોબાળાના કારણે પવન બંસલ આખું બજેટ વાંચી ન શક્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: યુપીએ સરકારનું રેલવે બજેટ રજૂ કરતી વખતે રેલવે મંત્રી પવન કુમાર બંસલને આજ લોકસભામાં અડચણોનો સામનો કરવો પડ્યો હતો કારણ કે બહારથી સમર્થન આપી રહેલી સમાજવાદી પાર્ટી અને વિપક્ષી દળોએ ભારે હોબાળો મચાવ્યો હતો. હોબાળાના કારણે રેલવે મંત્રી પવન કુમાર બંસલ પોતાનું બજેટ આખુ વાંચી શક્યા ન હતા.

પવન કુમાર બંસલે બપોરે 12 વાગ્યાને 10 મિનિટ પર પોતાનું ભાષણ શરૂ કર્યું હતું પરંતુ લગભગ 1.25 વાગે વિપક્ષી દળોએ સદસ્ય બજેટ વિરૂદ્ધ નારેબાજી કરતાં આસન સમક્ષ આવી ગયા અને બજેટ પ્રસ્તાવોને પાછા લેવાની માંગણી કરવા લાગ્યાં હતા.

સરકારને બહારથી સમર્થન આપી રહેલી પાર્ટીના સભ્યોએ તથા તૃણમૂલ કોંગ્રેસના અન્નાદ્રમુક અને જનતા દળ યૂનાઇટેડના સભ્યો રેલવે બજેટની જાહેરાતોને અપર્યાપ્ત ગણાવતાં તથા પોત પોતાના વિસ્તારોની ઉપેક્ષા કરી હોવાનો આરોપ લગાવતાં આસન સમક્ષ આવી ગયા હતા.

pavan-bansal

તૃણમૂલ કોંગ્રેસના સભ્યો રેલવે બજેટના પ્રસ્તાવો વિરૂદ્ધ નારેબાજી કરતાં જોવા મળ્યા હતા. તો બીજી તરફ મુખ્ય વિપક્ષી દળ ભાજપ અને વામ મોરચાના સભ્યો પોતાની જગ્યાએ ઉભા થઇને વિરોધ કરતાં જોવા મળ્યા હતા.

હોબાળા વચ્ચે બંસલે રેલવે બજેટ ભાષણ વાંચવાનું ચાલુ રાખ્યું હતું પરંતુ થોડી મિનિટ બાદ તેમને બાકી ભાષણને સદનના પટલ પર મૂકી દિધું હતું. હોબાળો શાંત ન પડતાં અધ્યક્ષ મીરા કુમારે સદની બેઠક 2.20 સુધી સ્થગિત કરી દિધી હતી.

English summary
Pawan Bansal in his maiden budget speech proposed marginal increases which include supplementary charge for superfast trains, reservation fee, clerkage charge, cancellation charge and tatkal charge.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X