પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા, છુટ્યા બાદ કહ્યું- સંઘર્ષ જારી રહેશે

નાટકીય ઘટનાક્રમમાં આસામમાં પવન ખેડાની અટકાયત કરાઈ હતી. થોડા કલાકો બાદ ખેડાને દિલ્હીની દ્વારકા કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા.

નવી દિલ્હી : પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ હવે તે આસામ પોલીસની કસ્ટડીમાંથી મુક્ત થયા છે. અહીં પવન ખેડાએ કહ્યું કે, FIR અને નોટિસની નકલ રજૂ કર્યા વિના મને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યો આસામ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી. મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે, જેને આજે મારી અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કર્યું છે.

Pawan Kheda

જામીન મળ્યા બાદ પવન ખેડાએ કહ્યું કે, આ દેશને બચાવવા, બંધારણીય મૂલ્યોની રક્ષા માટે અમારો સંઘર્ષ અમારા નેતા રાહુલ ગાંધી નિર્ભયપણે ચાલુ રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની લડાઈના પ્રયાસોને મજબૂત બનાવશે.

અહીં તમને જણાવી દઈએ કે, નાટકીય ઘટનાક્રમમાં આસામમાં પવન ખેડાની અટકાયત કરાઈ હતી. થોડા કલાકો બાદ ખેડાને દિલ્હીની દ્વારકા કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. નીચલી કોર્ટે 30,000ના જામીન બોન્ડ ભર્યા બાદ પવન ખેડાને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

જામીન બાદ પવન ખેડાએ કહ્યું કે, તે તરત જ રાયપુર જવા રવાના થઈ રહ્યા છે. રાયપુરમાં કોંગ્રેસ પાર્ટીના 85માં પૂર્ણ સત્રમાં ભાગ લેશે. નીચલી કોર્ટ સિવાય પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી પણ જામીન મળ્યા છે. ટૂંકી સુનાવણી અને સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફીની અરજી બાદ ખેરાને વચગાળાના જામીન અપાયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X