ઘૂસણખોરી અટકે પછી જ બંગાળમાં શાંતિ શક્યઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. તેમણે પશ્ચિમ બંગાળમાં થઇ રહેલી ગેરકાયદે ઘૂસણખોરી પર કડક શબ્દોમાં ટિપ્પણી કરી છે.
અમિત શાહે કહ્યું કે, 'બંગાળમાં જ્યારે ઘૂસણખોરી અટકશે ત્યારે જ શાંતિ શક્ય બનશે.' આ દરમિયાન અમિત શાહે દાવો કર્યો કે 2026માં જો ભાજપ સત્તામાં આવી તો અમે ઘૂસણખોરીને સંપૂર્ણપણે અટકાવી દેશું.

રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના પહોંચ્યા હતા. અહીં પેટ્રાપોલમાં લેન્ડ પોર્ટ પર નવનિર્મિત યાત્રી ટર્મિનલ ભવન અને મૈત્રી દ્વાર નામના કાર્ગો ગેટનું ઉદ્ઘાટન કર્યું.
અમિત શાહે આ દરમિયાન જનસભાને પણ સંબોધિત કરી હતી. જ્યાં તેમણે કહ્યું કે, જો 2026માં પશ્ચિમ બંગાળમાં ભાજપની સત્તા આવશે તો તેઓ બાંગ્લાદેશથી થતી ઘૂસણખોરી પર લગામ લગાવી દેશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બોર્ડર પાર આવવા જવા માટે કોઈ કાનૂની રીત ના હોય ત્યારે ગેરકાયદે પ્રવાસ થતા હોય છે. આવા પ્રવાસો ભારત-બાંગ્લાદેશની શાંતિને નુકસાન પહોંચાડે છે. બંગાળના લોકોને હું કહેવા માંગું છું કે 2026માં રાજ્ય સરકારમાં બદલાવ કરે, અમને સત્તામાં લાવે અને અમે ઘૂસણખોરી અટકાવી દેશું.
આ ઉપરાંત અમિત શાહે ભ્રષ્ટાચાર માટે તૃણમૂલ કોંગ્રેસ સરકારની ખૂબ ટીકા કરી અને દાવો કર્યો કે બંગાળના વિકાસ માટે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ફળવાયેલા ભંડોળનો દુરુપયોગ થયો. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએના કાર્યકાળ દરમિયાન પાછલા 10 વર્ષમાં 56000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
વધુમાં તેમણે કહ્યું કે, "હું તમને આજે પૂછું છું કે શું નરેગાના લાભાર્થીઓ સુધી 56000 કરોડ રૂપિયા પહોંચ્યા કે પછી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોના ખીસ્સામાં ચાલ્યા જાય છે?
કૃપયા આની તપાસ કરો. સાથે જ અમિત શાહે આવા મુદ્દાઓને પ્રભાવી રીતે ઉકેલવા માટે બંગાળની જનતાને 2026માં રાજનૈતિક બદલાવ પર વિચાર કરવા આગ્રહ કર્યો છે.












Click it and Unblock the Notifications
