For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે માણી શકાશે વર્ષના અંતિમ ચંદ્રગ્રહણનો નજારો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

eclipse
ઇન્દોર, 28 નવેમ્બર: સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમાની વિશેષ ખગોળિય સ્થિતિ 28 નવેમ્બરના રોજ ઉપછાયા ચંદ્રગ્રહણનો અદભૂત નજારો જોવા મળશે. વર્ષના અંતિમ ચંદ્રગ્રહણના દિવસે પૂનમનો ચંદ્રમા જોવા તો મળશે પરંતુ તેની ચમક થોડીવાર માટે ખોવાઇ જશે અને તે ઝાંખો દેખાશે.

ઉજ્જૈનની પ્રતિષ્ઠિત વેધશાળાના અધિક્ષક ડૉ, રાજેન્દ્રપ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ભારતીય સમય અનુસાર ઉપછાયા ચંદ્રગ્રહણની શરૂઆત 28 નવેમ્બરના રોજ સાંજે 5:43 વાગે શરૂ થશે અને તે રાત્રે 10:23 વાગે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણ 4 કલાક 40 મિનિટ અને 46 સેકન્ડ સુધી ચાલશે.

લગભગ બે દાયકા જૂની વેધશાળાના અધિક્ષકે પોતાની ગણના હવાલે કહ્યું હતું કે ઉપછાયા ચંદ્રગ્રહણ રાત્રે 8:03 વાગે ચરમસીમાએ પહોંચશે, જ્યારે ચંદ્રમા પૃથ્વીના પકડછાયાવાળા ભાગમાંથી પસાર થશે.

રાજેન્દ્રપ્રકાશ ગુપ્તાએ કહ્યું હતું કે પરિક્રમા કરી રહેલા ચંદ્રમાના પ્રકાશની તીવ્રતા આ સમયે ઓછી થઇ જશે અને તેમાં આછી લાલીમા જોવા મળશે. આ નજારાને નરી આંખે જોઇ શકાશે, તેમને કહ્યું હતું કે ઉપછાયા ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રમા પેનુમ્બ્રા (ગ્રહણના સમયે ધરતીના પડછાયાનો આછો ભાગ)થી પસાર થાય છે. આ સમયે ચંદ્રમા પર પડનાર સૂર્યની રોશની આંશિક રૂપથી કપાતા લાગે છે અને ગ્રહણને ચંદ્રમા પર પડનારી આછા પડછાયાના રૂપમાં જોઇ શકાશે.

English summary
Today at about 6AM Pacific time, if you’re not unlucky enough to have an overcast sky, you’ll be able to observe a penumbral lunar eclipse.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X