For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં રાજકીય પરિવર્તન લાવવા માટે 'આપ' તરફ મીટ માંડી રહ્યા છે લોકો - પંજાબ CM ભગવંત માન

દેશભરમાં પરિવર્તનની લહેર છે અને ગુજરાત, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના લોકો આ પરિવર્તનના ભાગીદાર બનવા માટે ઉત્સાહિત છે...

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ દેશભરમાં પરિવર્તનની લહેર છે અને ગુજરાત, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના લોકો આ પરિવર્તનના ભાગીદાર બનવા માટે ઉત્સાહિત છે તેમ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યુ હતુ. આદમપુર (હરિયાણા) વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સતીન્દર સિંહના સમર્થનમાં જોર-શોરથી પ્રચાર કરતા મુખ્યમંત્રીએ કહ્યુ કે પંજાબના લોકોએ અમારા પર વિશ્વાસ કરીને મત આપ્યો, અમે આ વિશ્વાસને તૂટવા નહીં દઈએ. તેમણે કહ્યુ કે હવે હરિયાણાનો વારો છે અને હરિયાણામાં આ પરિવર્તનનો આધાર આદમપુર વિધાનસભા મતવિસ્તારથી બંધાશે.

cm mann

સીએમ ભગવંત માને કહ્યુ કે જો હરિયાણાના લોકો વધુ સારી આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ અને બહેતર વહીવટ ઇચ્છતા હોય તો અમારા પર વિશ્વાસ કરો અને આ વિશ્વાસને તૂટવા દેવામાં આવશે નહિ. ભગવંત માને કહ્યુ કે દિલ્લીમાં શરૂ કરાયેલ 'મોહલ્લા ક્લિનિક્સ'નુ ક્રાંતિકારી પગલુ હવે 'આમ આદમી ક્લિનિક્સ'ના રૂપમાં પંજાબમાં સફળતાના નવા આયામો સર્જી રહ્યુ છે અને દરરોજ સેંકડો લોકો આ ક્લિનિક્સ દ્વારા મફત તબીબી અને મેડિકલ ટેસ્ટની સુવિધાનો લાભ લઈ રહ્યા છે. ભગવંત માને કહ્યુ કે દિલ્લીના શિક્ષણ મૉડલને સમગ્ર વિશ્વમાં વેગ મળ્યો છે અને હવે પંજાબમાં શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે હાલમાં દેશ રાજકીય પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે અને લોકો પરિવર્તન માટે કોંગ્રેસ અને ભાજપથી આગળ વધીને વધુ રાજકીય પરિવર્તનો શોધી રહ્યા છે. ભગવંત માને જણાવ્યુ હતુ કે આ રાજકીય પરિવર્તનનો આધાર ગુજરાત, હિમાચલ પ્રદેશ અને હરિયાણા સાથે જોડવામાં આવશે અને ચૂંટણીમાં જીત બાદ આ રાજ્યોમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો દ્વારા લોકોને રાહત આપવામાં આવશે.

પંજાબ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જન-હિતેષી નીતિઓ વિશે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજ્ય સરકારે તેના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરી છે જે 2004માં બંધ કરવામાં આવી હતી. આ ઉપરાંત કર્મચારીઓને 6% મોંઘવારી ભથ્થુ (DA) આપવામાં આવ્યુ છે. જેથી કર્મચારીઓને મોંઘવારીની અસરોથી બચાવી શકાય. ભગવંત માને કહ્યુ કે પંજાબમાં દરેક વીજળી બિલ પર 600 યુનિટ ફ્રી આપવામાં આવી રહ્યુ છે. જેના કારણે લગભગ 50 લાખ ગ્રાહકોનુ વીજ બિલ શૂન્ય પર આવી રહ્યુ છે.

English summary
People are looking towards to AAP for political change: CM Mann in Haryana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X