'ભયમુક્ત ખુલી હવામાં સ્વાસ લઇ રહી છે યૂપીની જનતા'
લખનઉ, 15 માર્ચઃ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી(સપા)ની સરકારને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રી અખિલેશ યાદવે સરકારની ઉપલબ્ધિઓના ભરપેટ વખાણ કર્યા. મુખ્યમંત્રીએ કહ્યું કે ગત એક વર્ષ દરમિયાન રાજ્યમાં સ્થાયી વિકાસનો પાયો નંખાયો છે અને હવે રાજ્ય ખુશીના રાસ્તાઓ પર અગ્રેસર થઇ રહ્યું છે. તેનો લાભ દરેક તબક્કે લોકોને મળશે. સપા સરકારના એક વર્ષનું રિપોર્ટ કાર્ડ પ્રસતુત કરતા અખિલેશે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વિપક્ષીઓ પર પ્રહારો કર્યા. અખિલેશ સરકારે આ દરમિયાન સફળતાના ડગ નામનું એક પુસ્તક રજુ કર્યું, જેમાં વર્તમાન સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજનાઓની માહિતી આપવામાં આવી છે.
અખિલેશે કહ્યું કે, ચૂંટણી દરમિયાન અમે જનતાને જે વચનો આપ્યા હતા, તેને નિભાવવાની દિશામાં આગે વધ્યા છીએ અને અમે કહી શકીએ છીએ કે આગામી પાંચ વર્ષોમાં અમે જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહીશું. તેમણે કહ્યું કે, સપાની સરકાર બન્યા બાદ જનતાના મનમાં લોકતંત્ર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. સપાની સરકાર બન્યા બાદ હવે જનતા ખુલી હવામાં શ્વાસ લઇ રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે એક વર્ષ દરમિયાન સરકારે શિક્ષા અને સ્વાસ્થ્ય દિશામાં સારું કામ કર્યું છે. આ રીતે ગત સરકારમાં ઉત્તર પ્રદેશમાં રોકાણનો માહોલ નહોતો, પરંતુ સપા સરકાર બન્યા બાદ ઉદ્યોગપતિઓનો વિશ્વાસ વધ્યો છે.

તેમણે દાવો કર્યો છે કે આવાનારા દિવસોમાં રોકાણ બાદ પ્રદેશમાં પ્રતિ વ્યક્તિના આવકમાં વધારો થયો છે. પાણી અને વિજળીની સમસ્યાઓ પર પણ સરકારે ઘણુ ધ્યાન આપ્યું છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહિલા હેલ્પલાઇન સેવાથી ઘણી મદદ મળી છે. પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના પ્રશ્ન પર અખિલેશે કહ્યું કે રાજ્યમાં કાયદાનું રાજ છે. એ વાત સાચી છે કે કેટલાક સ્થાનો પર સાપ્રદાયિક દંગાઓ થયા છે, પરંતુ સરકારે તેની પાછળ જવાબદાર લોકોને જેલમાં મોકલવાનું કામ પણ કર્યું છે. દંગાઓમાં કોણ કોણ સામેલ છે, તેની માહિતી પણ સરકાર પાસે પહોંચી છે.
રાજ્યમાં સ્વાસ્થ્ય સેવાઓને વધારવામાં અખિલેશે સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, રાજધાનીમાં 100 કરોડની લાગતથી કેન્સર સંસ્થાન ખોલવામાં આવશે અને તેનાથી તમામ મેડિકલ કોલેજોને પણ જોડવામાં આવશે. આ શરૂ કરતા પહેલાં દેશના નામચીન ચિકિત્સકોની પણ સલાહ લેવામાં આવી છે. પૂર્વ મંત્રી રાજા ભૈયાની ધરપકડના પ્રશ્નમાં અખિલેશે માત્ર એટલું જ કહ્યું કે મામલા સીબીઆઇ પાસે છે અને રાજ્ય સરકાર તેમાં હસસંભવ મદદ મળશે. દોષીઓને કોઇ પણ ભોગે છોડવામાં નહીં આવે.












Click it and Unblock the Notifications
