For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દારૂની દુકાનો ફરી ખુલતાં કર્ણાટકમાં લોકોએ વાઈન શોપ બહાર ફટાકડા ફોડ્યા

દારૂની દુકાનો ફરી ખુલતાં કર્ણાટકમાં લોકોએ વાઈન શોપ બહાર ફટાકડા ફોડ્યા

|
Google Oneindia Gujarati News

ચોથી મે એટલે કે આજેથી દેશભરમાં ત્રીજા તબક્કામાં લૉકડાઉનની શરૂઆત થઈ ગઈ છે, જે 17 મે સુધી ચાલશે. જો કે સરકારે થોડી રાહત આપી છે અને લૉકડાઉનના ત્રીજા તબક્કામાં કેટલીક છૂટછાટ આપી છે. દારૂબંધી નથી તેવા તમામ રાજ્યોમાં આજેથી દારૂની દુકાનો ખોલવાની પણ મંજૂરી આપી દેવામાં આવી છે. એક મહિનાથી વધુ સમમયથી દારૂની દુકાનો બંધ રહ્યા બાદ ફરી ખોલવામાં આવી છે. એક્સાઈટમેન્ટમાં કેટલાક લોકો ફટાકડા ફોડતા જોવા મળ્યા.

crackers

સરકારના આદેશ મુજબ કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના ત્રણે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં સ્ટેન્ડ અલોન દુકાનોમાં સરકારે દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે, સાંજના 7 વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે જે બાદ બિન જરૂરી સામાન માટે કોઈએ બહાર નીકળવાની મંજૂરી નથી. દારૂની દુકાનના માલિકોને દરેક ગ્રાહક વચ્ચે 2 મીટરની જગ્યા હોય તે સુનિશ્ચિત કરી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વહેલી સવારતી જ લોકોએ દારૂની દુકાનોની બહાર લાંબી લાઈનો લગાવી હોય તેવા ફોટા અને વીડિયો વાયરલ થી રહ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં લોકો સોશિયલ ડિસ્ટંસિંગની ધજ્જિયાં ઉડાવતા જોવા મળ્યા છે અને જાહેર સ્થળે એકઠા થવા લાગ્યા છે. સોશિયલ ડિસ્ટંસિંગનું ઉલ્લંઘન થતાં પોલીસે કાર્યવાહી કરી હોવાથી દિલ્હીના અમુક વિસ્તારોમાં હિંસા પણ ફેલાણી હતી.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય ચે કે દારૂની દુકાન ખુલતાં કર્ણાટકના એક નાનકડા શહેર કોલારમાં લોકો વાઈન શોપની બહાર ફટાકડા ફોડી રહ્યા છે.

Fact Check: શું પરમીટ ધારકોને સરકાર 50 હજાર રૂપિયા આપશે, ખોટો છે દાવોFact Check: શું પરમીટ ધારકોને સરકાર 50 હજાર રૂપિયા આપશે, ખોટો છે દાવો

English summary
people celebrating bursting firecrackers out side of wine shop in karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X