‘રોડ નહીં તો વોટ નહીં’, નીતિશની સભામાં પથ્થરમારો

નાલંદા, 31 માર્ચઃ દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગરમ છે. એક તરફ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દેશભરમાં રેલી સંબોધી રહ્યાં છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર બિહારમાં જનસભાઓ સંબોધી રહ્યાં છે, પરંતુ નાલંદા ખાતે જ્યારે તેઓ સભા સંબોધવા ગયા ત્યારે તેમની સભામાં લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકોને ઇજા પહોંચી છે.

nitish-kumar-lok-sabha-election
માહિતી અનુસાર નીતિશ કુમાર જેવા જ મંચ પર પહોંચ્યા કે તુર્ત જ ત્યાં હાજર લોકોએ રોડ નહીં તો વોટ નહીંના નારા લગાવવાના શરૂ કરી દીધા અને ધીરે-ધીરે આ સૂત્રોચ્ચાર પથ્થરબાજીમાં બદલાઇ ગયો. રેલીમાં ઉપસ્થિત ભીડનો ગુસ્સો એ હદે વધી ગયો કે આ લોકોએ મંચ પર પથ્થર ફેંકવાનું શરૂ કરી દીધું.

પોલીસે ઘટના સ્થળે પહોંચી ભીડને કાબુમાં કરવાના પ્રયાસો કર્યા. પથ્થરબાજીમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. નાલંદાએ નીતિશ કુમારનું ગૃહ નગર છે તેવામાં અહીં તેમનો વિરોધ એ સારી વાતનો સંકેત આપતો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X