પાલઘર મામલે ઉર્મિલા માતોડકરના ટ્વીટ પર લોકો ભડક્યા, લોકોએ કહ્યું કે...
પાલઘર મામલે ઉર્મિલા ઉર્મિલા માતોડકરના ટ્વીટ પર લોકો ભડક્યા, લોકોએ કહ્યું કે...
મુંબઈઃ મહારાષ્ટ્રના પાલઘરમાં થયેલ હિંસાથી આખો દેશ પરેશાન છે. અહીં મુંબઈથી સુરત જતા ત્રણ લોકોની ભીડે હત્યા કરી નાખી હતી. ઘટના દરમિયાન પોલીસ ત્યાં જલ હાજર હતી. આ મામલે રિપોર્ટ લેતાં મહારાષ્ટ્ર સરકારે તપાસનો આદેશ આપ્યો છે. સાથે જ 100થી વદુ લોકોને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. આ દરમિયાન અભિનેત્રી ઉર્મિલા માતોડકરે એક એવું ટ્વીટ કર્યું જેને પગલે તે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ ટ્વીટને રીટ્વીટ કર્યું
જણાવી દઈએ કે ઉર્મિલાએ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના એક ટ્વીટને રિટ્વીટ કરતા કહ્યું કે, 'તમારા બધા લોકોની તસલ્લી માટે' આની સાથે જ તેમણે હાથ જોડી એક ઈમોજી પણ શેર કર્યું. અનિલ દેશમુખે પોતાના ટ્વીટમાં કહ્યું કે, મુંબઈથી સુરત જતા ત્રણ લોકોની પાલઘરમાં હત્યા થયા બાદ મારા આદેશથી આ હત્યાકાંડમાં સામેલ 101 લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. સાથે જ ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ ઘટનાને વિવાદાસ્પદ બનાવી સમાજમાં દરારો પાડનારાઓ પર પણ પોલીસ નજર રાખશે.

લોકો બોલ્યા- તસલ્લી નહિ ધમકી વધુ લાગી રહી છે
ઉર્મિલાએ પોતાના ટ્વીટમાં તસલ્લી શબ્દનો ઉપયોગ કર્યો જે લોકોને પસંદ ના આવ્યું, જેને પગલે અભિનેત્રી ટ્રોલ થઈ રહી છે. એક યૂઝરે ઉર્મિલાના ટ્વીટ પર કહ્યું, શર્મનાક, નિર્દોષ વૃદ્ધ સંતોની લાશ પર તસલ્લી તમારા જેવી અસંવેદનશીલને જ થઈ શકે છે માત્ર આટલી જ પ્રક્રિયાથી આમને તસલ્લી પણ મળી ગઈ. અભય નામના યૂઝરે કહ્યું કે, તસલ્લી નહિ ધમકી વદુ લાગી રહી છે.

ઉર્મિલા પર લોકો ભડક્યા
ઉર્મિલાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા અભય નામના યૂઝરે કહ્યું કે, શું તસલ્લી, કોઈ તમારા ઘરનો સભ્ય મૃત્યુ પામ્યો હોત તો પણ તમે આવા શબ્દ બોલત, થોડીપણ માણસાઈ નથી. હત્યાકાંડની સજા ફાંસી હોવી જોઈએ. પંકજ નામના યૂઝરે કહ્યું કે, વીડિયોમાં દેખાઈ રહ્યું છે તેમ પાલઘરમાં કોઈ 1 કે 2 પોલીસવાળા નહોતા... આખી પોલીસ ફૌજ હોવા છતાં આ લિંચિંગ થઈ. પોલીસને એવી શું મજબૂરી હતી કે તેમની આંખો સામે જ જઘન્ય અપરાધને અંજામ આપવામાં આવ્યો. મહારાષ્ટ્ર સરકારે જવાબ આપવો પડશે.
|
શું મામલો છે
ત્રણ લોકો મુંબઈથી સુરત કોઈના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા, ત્યારે પાલઘરની સામે આવતા જ અચાનક ભીડ તેમના પર ટૂટી પડી. ભીડે આ ત્રણેયને કારમાંથી બહાર ખેંચી લીધા હતા, આ લોકો ભાડાની કારતી સુરત જઈ રહ્યા હતા. માત્ર એટલું જ નહિ, લોકોએ પોલીસની કાર પર પણ હુમલો કર્યો હતો. મામલામાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મામલે અમને ઘટનાની જેવી જાણકારી મળી કે ત્યાં પહોંચી ગયા, હુમલાખોર ગ્રામીણોની સંખ્યા એટલી વધુ હતી કે અમે પીડિતોને બચાવી ના શક્યા. જણાવી દઈએ કે ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ પણ જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
